મુંબઈમાં પૂરનું ગંભીર જોખમ; સ્કાયમેટ એજન્સીની ચેતવણી

મુંબઈ – હવામાનનો વરતારો કરતી ખાનગી એજન્સી સ્કાયમેટના મેનેજિંગ ડાયરેક્ટ જતીનનું કહેવું છે કે, 3 અને 5 જુલાઈ વચ્ચે મુંબઈમાં પૂર આવવાનું ગંભીર જોખમ છે. આ સમયગાળા દરમિયાન દરરોજ 200 મિ.મી. વરસાદ પડવાની સંભાવના છે.

આટલા બધા વરસાદને કારણે જનજીવન સ્થગિત થવાની શક્યતા છે. સૌએ સંભાળવું, સાવધાન રહેવું.

મુંબઈ ઉપરાંત પડોશના નવી મુંબઈ, પાલઘર, થાણેમાં પણ ગઈ કાલે, સોમવારે આખા દિવસમાં પડ્યો હતો એવી જ રીતે અત્યારે પણ સતત ધોધમાર વરસાદ ચાલુ છે.

છેલ્લા ૪૮ કલાકમાં ૨૨ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. આવી સ્થિતિ ૩-૫ જુલાઈ સુધી રહેવાની સંભાવના છે.

આ વખતે મુંબઈમાં ચોમાસું 20 દિવસ મોડું બેઠું છે. છેલ્લા બે દિવસને બાદ કરતાં આખો જૂન મહિનો કોરો ગયા બાદ વરસાદ જુલાઈ બેસતાં જ પહેલા દિવસે અને આજે બીજી જુલાઈની મધરાતે પણ અનરાધાર રીતે વરસી રહ્યો છે.

અતિવૃષ્ટિ થવાનો આ સંકેત છે.

સામાન્ય રીતે જે વિસ્તારોમાં અને રસ્તાઓ પાણી ભરાતા નહોતા ત્યાં પણ આ વખતે પાણી ભરાયા છે. ઘણી સોસાયટીઓમાં પાણી ભરાતાં પમ્પ વડે એને બહાર રસ્તાની ગટરમાં કાઢવાની રહેવાસીઓને ફરજ પડી છે.

ભારતીય હવામાન વિભાગે પણ ચેતવણી આપી છે કે આવતા ત્રણ દિવસમાં મુંબઈમાં અતિથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

આ ચેતવણીને પગલે મુંબઈના પોલીસ કમિશનર સંજય બર્વેએ ટ્વીટ દ્વારા લોકોને વિનંતી કરી છે કે હવામાનની લેટેસ્ટ માહિતી મેળવતા રહેવી અને ઘરની બહાર નીકળવાનો પ્લાન વ્યવસ્થિત રીતે ઘડવો. સંભાળ રાખવી, સુરક્ષિત રહેવું અને મદદ માટે મુંબઈ પોલીસનો સંપર્ક કરવો.

httpss://twitter.com/CPMumbaiPolice/status/1145678117257613312