થાણે-ભિવંડી-કલ્યાણ મેટ્રો લાઈનનો અમુક ભાગ ભૂગર્ભ રહેશે

મુંબઈઃ પડોશના થાણે જિલ્લામાં થાણે, ભિવંડી અને કલ્યાણ શહેરો વચ્ચે મેટ્રો લાઈન-5 શરૂ કરવાની યોજના પર હાલ કામ ચાલી રહ્યું છે. આ રૂટ પર ભિવંડીમાં ઉન્નત નગરથી પસાર થતી લાઈન અન્ડરગ્રાઉન્ડ હશે. મહારાષ્ટ્રના શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું છે કે 735 મકાનોને જમીનદોસ્ત થતા બચાવવા માટે આ મેટ્રો લાઈનનો અમુક ભાગ ભૂગર્ભ બનાવાશે.

તસવીરઃ પ્રતિકાત્મક

મેટ્રો લાઈન-5 માટેનો અંદાજિત ખર્ચ રૂ. 8,417 કરોડ નક્કી કરાયો હતો, પરંતુ હવે અમુક ભાગ ભૂગર્ભ કરવાનું નક્કી થતાં ખર્ચમાં રૂ. 400 કરોડનો વધારો થશે. આ પ્રોજેક્ટને કારણે જે લોકોનું વિસ્થાપન કરાશે એમને MMRDA રેન્ટલ હાઉસિંગ યોજના અંતર્ગત રહેઠાણ પૂરું પાડવામાં આવશે જ્યારે અસરગ્રસ્ત દુકાનમાલિકોને 225 સ્ક્વેર ફૂટની દુકાનો પૂરી પાડવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]