તાપમાનઃ 24-કલાકમાં પાંચ ડિગ્રીનો વધારો થયો

મુંબઈઃ શહેરમાં આ અઠવાડિયે સંક્ષિપ્ત બ્રેક લીધા બાદ ગરમી પાછી ફરી છે. આજે, ભારતીય હવામાન વિભાગના મુંબઈમાં કોલાબા વિસ્તાર (તળ મુંબઈ) સ્થિત કાર્યાલયે લઘુત્તમ તાપમાન 24.8 ડિગ્રી નોંધ્યું હતું જ્યારે સાંતાક્રુઝ (ઉપનગરો) કાર્યાલયે 25.4 ડિગ્રી નોંધ્યું હતું.

સાંતાક્રુઝ કાર્યાલયે મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી સેલ્શિયસ નોંધ્યું હતું જે રાબેતા મુજબ કરતાં 5.4 ડિગ્રી વધારે હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, મુંબઈમાં મહત્તમ તાપમાન આશરે 37 ડિગ્રી સેલ્શિયસ જેટલું રહેવાની ધારણા છે. મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ ગરમી વિદર્ભ વિસ્તારના ચંદ્રપુરમાં નોંધાઈ હતી – 42 ડિગ્રી સેલ્શિયસ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]