બીએસઈ-એસએમઈ પ્લેટફોર્મ: 375મી કંપની લિસ્ટ થઈ

મુંબઈ તા.17 જૂન, 2022: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 375મી કંપની તરીકે સિલ્વર પર્લ હોસ્પિટાલિટી એન્ડ લક્ઝરી સ્પેસીસ લિમિટેડ લિસ્ટ થઈ છે. કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 50 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.18ની કિંમતે ઓફર કરી રૂ.9 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 9 જૂન, 2022ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

આ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે છે. કંપની હોસ્પિટાલિટી ઉદ્યોગમાં છે અને કિંમતની દૃષ્ટિએ મધ્યમ સ્તરની હોટેલોના ક્ષેત્રમાં કામ કરે છે, જેમાં મધ્યમ સ્તરથી ઉપરની, મધ્યમ સ્તર અને ઈકોનોમી હોટેલ્સનો સમાવેશ થાય છે. સિલ્વર પર્લ હોસ્પિટાલિટીની હોટેલો રકછામ, કિન્નુર અને હિમાચલ પ્રદેશમાં છે. કંપની “ઓસિયા” બ્રાન્ડ નામ હેઠળ હોટેલ્સ ચલાવે છે.

બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં 143 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. લિસ્ટેડ 374 કંપનીઓએ રૂ.3,988.58 કરોડ એકત્ર કર્યા છે, જેનું માર્કેટ કેપિટલાઈઝેશન અત્યારે રૂ.48,297.38 કરોડ છે.