અમને રાષ્ટ્રપતિ શાસનની બીક ના બતાવોઃ શિવસેના ટુ ભાજપ

નવી દિલ્હી: શિવસેનાએ પોતાના મુખપત્ર સામના મારફતે ફરી એક વખત ભાજપ પર નિશાન સાધ્યું છે અને સવાલ કર્યો કે, શું રાષ્ટ્રપતિ તમારા ખિસ્સામાં છે? હકીકતમાં શુક્રવારે ભાજપ નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં નાણામંત્રી રહેલા મુનગંટીવારે કહ્યું હતુ કે, જો રાજ્યમાં સાત નવેમ્બર સુધી નવી સરકાર ન બને તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, સરકાર રચવામા મુખ્ય અડચણ શિવસેનાની અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની માગ છે.

આ અંગે સામનામાં લખ્યું છે કે, વર્તમાનમાં મહારાષ્ટ્રની રાજનીતિ એક મજેદાર શોભાયાત્રા બની ગઈ છે અને આના માટે જવાબદાર કોણ છે? વધુમાં શિવસેનાએ સુધીર મુનગંટીવાર પર પ્રહાર કરતા લખ્યું કે, વિદાય લેતી સરકારના બુઝાઇ ગયેલા ઝુગનૂ દરરોજ નવા નવા નાટક કરીને મહારાષ્ટ્રને મુશ્કેલીમાં મુકી રહ્યા છે. મહત્વનું છે કે, શિવસેના હવે ભાજપની સાથે સરકાર બનાવવાની સંભાવનાઓ પડતી મુકીને અન્ય વિકલ્પ શોધવામાં લાગી છે. મળતી માહિતી અનુસાર ઉદ્વવ ઠાકરેએ એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે વાત કરી છે અને સોમવારે પવાર કોંગ્રેસ અધ્યક્ષ ગાંધી સાથે મુલાકાત કરશે.

સામના માં આગળ લખ્યું છે કે, 7 નવેમ્બર સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવે. મુનગંટીવાર અને તેમની પાર્ટીની અંદર કયું ઝેર ઉકળી રહ્યું છે. એના પરથી સમજી શકાય છે કે, શું રાષ્ટ્રપતિ મુઠ્ઠીમાં છે અથવા તો પછી રાષ્ટ્રપતિનો રબર સ્ટેમ્પ ભાજપ કાર્યાલયમાં છે.

રાષ્ટ્રપતિ શાસનની ધમકી ન આપો?

સામના માં આગળ લખ્યું છે કે, જેને પોતાને મુખ્યમંત્રી જાહેર કર્યા છે જો તે સરકાર બનાવવા માટે દાવો રજૂ નથી કરતા તો શું એના માટે મહારાષ્ટ્રને જવાબદાર ગણાવાશે. રાષ્ટ્રપતિ શાસનની ધમકી ન આપો, કાયદો, બંધારણ અને સંસદીય લોકતંત્રની પ્રથા અને પરંપરા અંગે અમને પણ જાણકારી છે. મહારાષ્ટ્રમાં જે રાજકીય આગ લાગી છે તેને અમે નથી સળગાવી. રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ધમકીથી મહારાષ્ટ્રને કંઈ ફરક નથી પળતો. રાષ્ટ્રપતિ શાસન લગાવનાર પહેલા સરકાર બનાવવાનો દાવો તો રજૂ કરે. પછી આગળ જોયું જાશે.