સબસિડી વગરના ઘરેલુ રાંધણ ગેસનું સિલિન્ડર 76 રૂપિયા મોંઘું થયું

મુંબઈ – દેશના મુખ્ય મહાનગરોમાં 14.2 કિલોગ્રામ વજનના અને સબસિડી વગરના ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડર (એલપીજી)ની કિંમતમાં 76.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

મુંબઈમાં હવે આ સિલિન્ડર 651.50 રૂપિયામાં પડશે.

19 કિલોગ્રામ વજનના કમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં રૂ. 119 વધારવામાં આવ્યા છે.

મુંબઈમાં હવે આ સિલિન્ડર રૂ. 1,151માં મળશે.

સિલિન્ડરનો આ નવો ભાવ આજે 1 નવેંબરથી અમલમાં આવ્યો છે.

સતત આ ત્રીજા મહિને ઘરેલુ રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]