મુંબઈઃ ભીમા કોરેગાંવ મામલે આરોપી દલિત પ્રોફેસર આનંદ તેલતુંબડેની પોલીસે મુંબઈથી ધરપકડ કરી હતી. આનંદ તેલતુંબડે પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે નક્સલીઓના સંપર્કમાં છે. આનંદ તેલતુંબડે ગોવાના ગોવા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં ભણાવે છે.જોકે તેલતુંબડેની ધરપકડને ગેરકાનૂની ગણાવી પૂણે કોર્ટે મુક્ત કર્યાં હતાં.
આ મામલે પૂણેની એક વિશેષ કોર્ટે તેના આગોતરા જામીનની અરજીને ફગાવી દીધી હતી. જજ કિશોર વડને એ કહ્યું કે તેમના વિરુદ્ધ પોલીસ પાસે પર્યાપ્ત સબૂત છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા ભીમા કોરેગાંવ મામલે આનંદ તેલતુંબડે વિરુદ્ધ પ્રાથમિકીને રદ્દ કરવાની તેમની અરજી રદ્દ કરી દેવામાં આવી છે. ત્યારબાદ તેમણે પૂણેની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.પૂણે કોર્ટે તેમની ધરપકડને ગેરકાનૂની દર્શાવી મુક્ત કરવા આદેશ આપ્યો હતો. આ આદેશને તેલતુંબડેએ આવકાર્યો હતો અને જણાવ્યું હતું તે પોલિસે ધરપકડનું નાટક કર્યું તે આપત્તિજનક છે. આવું થવું નહોતું જોઇતું.
28 ઓગષ્ટ 2018માં પુણે પોલીસ દ્વારા સાત લોકોના ઘરોમાં રેડ કરવામાં આવી હતી. આમાં આનંદ તેલતુંબડે પણ શામિલ હતા. આમાંથી ચાર લોકો સુધા ભારદ્વાજ, પી વરવારા રાવ, વર્નન ગોજાલ્વિસ અને અરુણ પરેરા હજી પણ પોલીસ કસ્ટડીમાં છે. આપને જણાવી દઈએ કે પુણે પોલીસે ગત વર્ષે જ આ ચારેય લોકોની ધરપકડ કરી હતી.