હવે બાઈકને સ્ટેન્ડની જરૂર નહીં, સેલ્ફ-બેલેન્સિંગ ઈલેક્ટ્રિક-સ્કૂટર

મુંબઈઃ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં હાલ ચાલી રહેલા ઓટો એક્સ્પો-2023માં મુંબઈની ઈલેક્ટ્રિક મોબિલિટી સ્ટાર્ટ-અપ કંપની લાઈગરે ભારતનું પ્રથમ સેલ્ફ-બેલેન્સિંગ ઈલેક્ટ્રિક સ્કૂટર રજૂ કર્યું છે.

લાઈગર કંપનીએ આ સ્કૂટરના બે મોડેલ રજૂ કર્યા છે – લાઈગર X અને લાઈગર X Plus. ઓટો બેલેન્સિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ સ્કૂટર બનાવવામાં આવ્યા છે. આ બંને સ્કૂટરમાં એલઈડી લાઈટ, રાઈડરના લાઈવ લોકેશન, રાઈડ હિસ્ટ્રી, બેટરી ચાર્જ, સર્વિસ રીમાઈન્ડર અને ઓનલાઈન એલર્ટ જેવા ફીચર્સનો પણ સમાવેશ છે. તદુપરાંત 4G અને જીપીએસ સુવિધા પણ આપવામાં આવી છે. આ સ્કૂટરમાં લિથિયમ કૂલ્ડ, લિથિયમ આયન બેટરી પેક આપવામાં આવ્યા છે. લાઈગર-એક્સમાં 100 કિ.મી.ની રેન્જ મળે છે. તેની બેટરી ચાર્જ થવા માટે ત્રણ કલાક કરતાં ઓછો સમય લાગે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]