પૂર્વ મુંબઈના ઉપનગરોમાં બે દિવસ પાણીકાપ

મુંબઈઃ શહેરના પૂર્વ ભાગના વિદ્યાવિહાર ઉપનગરની મ્યુનિસિપલ કોલોનીમાં મહાનગરપાલિકા દ્વારા માઈક્રો-ટનેલિંગ પદ્ધતિ દ્વારા જળમાર્ગોના ડાઈવર્ઝનના પહેલા તબક્કાનું કામકાજ હાથ ધરવામાં આવ્યું હોવાથી આજે અને આવતીકાલે, એમ 24-કલાક માટે પાણી પૂરવઠામાં કાપ મૂકાયેલો રહેશે. આ સમયગાળા દરમિયાન પૂર્વ મુંબઈના કેટલાક ભાગોમાં પાણી પૂરવઠો બંધ રહેશે તો અન્ય કેટલાક ભાગોમાં ઓછા પ્રેશર સાથે પાણી મળશે.

માઈક્રો-ટનેલિંગ કામકાજને કારણે કુર્લા, ચેંબૂર, ઘાટકોપર, સાયન, કિંગ સર્કલ, માટુંગા, પરેલ જેવા ઉપનગર-વિસ્તારોમાં પાણી પૂરવઠાને અસર પડશે. મહાપાલિકા તરફથી નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પાણી કાપના સમયગાળાને ધ્યાનમાં રાખીને પાણી પૂરતા પ્રમાણમાં ભરી રાખે અને સંભાળીને ઉપયોગ કરે.