મુંબઈ મેટ્રો લાઈન-1ના પ્રવાસીઓ કેશફ્રી પેમેન્ટ સુવિધા

મુંબઈઃ અગ્રગણ્ય પેમેન્ટ્સ અને API બેન્કિંગ સોલ્યૂશન્સ કંપની કેશફ્રી પેમેન્ટ્સ (કેશફ્રી)એ મેટ્રો રેલવે પ્રવાસીઓ માટે ઓનલાઈન પેમેન્ટ સુવિધા પૂરી પાડવા માટે મુંબઈ મેટ્રો વન પ્રાઈવેટ લિમિટેડ (MMOPL) સાથે સહયોગ કર્યાની જાહેરાત કરી છે. મુંબઈ મેટ્રોના પ્રવાસીઓ હવે કેશ-ફ્રી પેમેન્ટના ક્યૂઆર કોડના માધ્યમથી વ્યક્તિગત ટિકિટ ખરીદી શકશે અને રિચાર્જ પણ કરાવી શકશે. આમ, આ કંપનીએ કેશલેસ સોદાઓ ઉપરાંત સેવાઓનું ડિજિટાઈઝેશન વધે એને પ્રોત્સાહન આપ્યું છે. આ સુવિધા મુંબઈ મેટ્રો લાઈન 1 પરના તમામ 12 સ્ટેશનો ખાતે ઉપલબ્ધ રહેશે. પ્રવાસીઓ કેશફ્રી પેમેન્ટ્સ ક્યૂઆર કોડને સ્કેન કરવા અને પેમેન્ટ પૂરું કરવા માટે વોટ્સએપ, ગૂગલ પે, ભીમ, ફોનપે જેવી કોઈ પણ યૂપીઆઈ એપનો ઉપયોગ કરી શકે છે. આ નવી પેમેન્ટ સુવિધાથી સ્ટેશનો પર ચેક-ઈન અને ટિકિટ કાઉન્ટરો પર સમયનો ખર્ચ ઘટી જશે અને લોકોની મેટ્રો સફર સરળ, ઝડપી અને કુશળ બની રહેશે.

11.4 કિ.મી. લાંબી મુંબઈ મેટ્રો 1 લાઈન વર્સોવા અને ઘાટકોપર વચ્ચેની છે. આ મેટ્રો લાઈન પશ્ચિમ અને પૂર્વના મુંબઈને જોડે છે. વર્સોવાથી ઘાટકોપર પહોંચતાં સામાન્ય રીતે દોઢ કલાક લાગે, પણ આ મેટ્રો ટ્રેન દ્વારા માત્ર 21 મિનિટમાં પહોંચી શકાય છે.