મુંબઈઃ મુંબઈ નગર નિગમે (BMC) પ્રોટોકોલ ચેલેન્જ 2019 શરુ કરી છે. આ ચેલેન્જ એક સપ્તાહ સુધી ચાલશે. જો કે બીએમસીની આ પહેલની રાજ્યના તમામ રાજનૈતિક દળો ટીકા કરી રહ્યા છે. આ પગલા અંતર્ગત નગર નિગમે લોકોને શહેરના ખાડાઓ મામલે નિગમની અધિકારીક “ફિક્સઈટ એપ” પર જાણકારી આપવાનો આગ્રહ કર્યો છે.
આ અંતર્ગત જો જણાવવામાં આવેલા ખાડાનું 24 કલાકની અંદર રિપેરિંગ ન કરવામાં આવ્યું તો તેની જાણકારી આપનારાને 500 રુપિયાનું ઈનામ આપવામાં આવશે. આ મામલે કાઉન્સિલરોનું કહેવું છે કે આ બીએમસી તરફથી અપનાવવામાં આવેલો હાસ્યાસ્પદ આઈડિયા છે. કાઉન્સિલરોનું કહેવું છે કે ખાડાઓનું રિપેરિંગ કરવું નગર નિગમનું પ્રાથમિક કાર્ય છે. વર્તમાન સમસ્યાને લઈને આ પ્રકારની ગેર-વ્યાવહારિક જાહેરાત દ્વારા નગર નિગમ ધ્યાન ભટકાવવા માંગે છે.
કાઉન્સિલરોએ ઈનામની રકમને લઈને પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે બીએમસી નાગરિકોને બેલઆઉટ વહેંચવાની યોજના બનાવી રહ્યું છે અને આ કરદાતાના પૈસાની બરબાદી છે. આ પહેલા બીએમસી તરફથી તેમના અધિકારિક ટ્વીટર હેન્ડલથી પોટહોલ ચેલેન્જની જાહેરાત કરવામાં આવી હતી. આ ચેલેન્જ 7 નવેમ્બર સુધી ચાલશે. જો કે બીએમસીએ સ્પષ્ટ કર્યું છે તમામ ખાડાઓનું તાત્કાલિક રિપેરિંગ નહી કરવામાં આવે.
બીએમસી દ્વારા જાહેર કરવામાં આવેલી આ ચેલેન્જ માટે ખાડાઓને લઈને દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત ખાડો ઓછામાં ઓછો ત્રણ ઈંચ ઉંડો અને એક ફૂટ પહોળો હોવો જોઈએ. આ અંતર્ગત એક વ્યક્તિ માત્ર બે ખાડાઓની જ સૂચના આપી શકશે છે. આ પહેલા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિપક્ષના નેતા રવિ રાજાએ કહ્યું કે બીએમસીએ પોતાના ટ્વીટમાં ખાડાઓની સૂચના આપવા પર 500 રુપિયાના ઈનામની જાહેરાત કરી છે.