‘મીઠીબાઈ ક્ષિતિજ’નું અદ્દભુત વર્ચ્યુઅલ આયોજનઃ ‘ક્ષિતિજ 20 – સપનોં કા સફર’

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાએ મોટો પડકાર ઊભો કર્યો હોવા છતાં ‘ટીમ ક્ષિતિજ’ પોતાને એશિયાના સૌથી મોટા વર્ચ્યુઅલ ફેસ્ટિવલ તરીકે સાબિત કરવામાં સફળ થઈ. ‘ક્ષિતિજ’ એ ‘શ્રી વિલે પારલે કેળવણી મંડળ’ સંચાલિત મીઠીબાઈ કોલેજનો વાર્ષિક આંતરરાષ્ટ્રીય આંતર-કોલેજ સાંસ્કૃતિક મહોત્સવ છે, જે 2007ની સાલથી યોજાય છે. 800થી વધુ વિદ્યાર્થીઓની કાર્યકારી સમિતિ દ્વારા આ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે. ગઈ પાંચ ડિસેમ્બરે ‘મીઠીબાઈ ક્ષિતિજ’ દ્વારા ‘ક્ષિતિજ ’20 – સપનોં કા સફર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્ષે ‘મીઠીબાઈ ક્ષિતિજ’ને દુનિયાભરમાંથી 4000થી વધારે રજિસ્ટ્રેશન મળ્યા હતા. કાર્યક્રમોમાં 36 આંતરરાષ્ટ્રીય યૂનિવર્સિટીઓ, 250થી વધુ કોલેજોએ ભાગ લીધો હતો.

‘ક્ષિતિજ ’20’ની કોર કમિટીના 30થી વધારે વિદ્યાર્થીઓએ સરકારે ઘડેલા કોવિડ-19 નિયમોના પાલન અનુસાર મુંબઈની જેડબલ્યુ મેરિયટમાંથી ફેસ્ટિવલનું વર્ચ્યુઅલી સંચાલન કર્યું હતું. જેમાં લાઈવ સેશન્સ, ટોક શો, માહિતીપ્રદ વર્કશોપ્સનો સમાવેશ થાય છે. બધા કાર્યક્રમોનું મીઠીબાઈ ક્ષિતિજના સોશિયલ મિડિયા હેન્ડલ્સ પર લાઈવ સ્ટ્રીમિંગ કરાયું હતું.

બે બોલીવૂડ હસ્તી – દિવ્યા ખોસલા કુમાર અને ધ્વની ભાનુશાલીએ એમનાં બે ગીતનું ‘ક્ષિતિજ 20’માં પ્રમોશન કર્યું હતું. દિવ્યા ખોસલા કુમારે ‘બેશરમ બેવફા’ ગીત જ્યારે ધ્વની ભાનુશાલીએ ‘નયન’ ગીતને પ્રમોટ કર્યું હતું. ‘ક્ષિતિજ 20’નું ટાઈટલ સ્પોન્સર છે ‘મોજ’.

મીઠીબાઈ કોલેજના આઈ/સી આચાર્ય ડો. કૃતિકા દેસાઈએ કહ્યું, “ટીમ ક્ષિતિજે વિશ્વને સાબિત કરી દીધું છે કે  આવા અભૂતપૂર્વ સમયમાં, તેઓ offline પ્રમોશન કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]