મહારાષ્ટ્ર: મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે રવિવારે ઉત્તરપ્રદેશના નાયબમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય મુંબઈ પહોંચ્યા હતા. તેમણે થાણેમાં ભાજપ ઉમેદવાર નરેન્દ્ર મહેતાના સમર્થનમાં જનસભા કરી હતી. આ દરમ્યાન મૌર્યએ ભાજપને વોટ આપીને પાકિસ્તાન પર ઓટોમેટિક તરીકે પરમાણુ બોમ્બ ફોડવાની વાત કરી હતી.
મૌર્યએ કહ્યું, જો તમે લોકો કમળના ચિન્હનું બટન દબાવશો છે તો તેનો અર્થ કે ઓટોમેટિક રીતે પાકિસ્તાન પર પરમાણું બોમ્બ ફેંક્યો છે. ભાજપને વોટ આપો અને અમારી પાર્ટીને ફરી મહારાષ્ટ્રમાં જીત અપાવો. મને ભરોસો છે કે, આ ચૂંટણીમાં કમળનું ફુલ ચોક્કસ ખીલશે.
વિપક્ષી પાર્ટીઓ પર નિશાન તાકતા કેશવ પ્રસાદે કહ્યું કે, દેવી લક્ષ્મી હથેળી, સાઈકલ કે ઘડિયાલ પર ન બેસે, પરંતુ તે કમળ પર બેસે છે. કમળ વિકાસનું પ્રતિક છે. કમળના ફુલ માટે જ આર્ટિકલ 370 ને દુર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાશે. બંન્ને રાજ્યોમાં પરિણામ 24 ઓક્ટોબરે જાહેર થશે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. યોગી આદિત્યનાથે રવિવારે કહ્યુ કે, મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચાર અભિયાન માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની હાજરીનો અર્થ છે કે, મહારાષ્ટ્રમાં ભાજપ 100 ટકા જીતવા જઈ રહી છે. ગાંધી જે પણ પાર્ટીને સમર્થન કરવા જઈ રહ્યા છે તેની હાર નિશ્ચિત છે. ગાંધીની હાજરીએ કોંગ્રેસ અને રાકાંપાની હાર નક્કી કરી દીધી છે. ઉમરખેડમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા આદિત્યનાથે કહ્યું કે, વડાપ્રધાન મોદી આતંકવાદને ખત્મ કરવાને લઈને પ્રતિબદ્ધ છે.