મુંબઈ – આ મહાનગરમાં વાહન હંકારવું હોય તો ચાલકે એ માટેના નિયમોનું કડક રીતે પાલન કરવું પડશે, નહીં તો મોટી રકમનો દંડ ભરવો પડશે.
અમુક નિયમભંગ બદલ તો જેલની સજાની પણ જોગવાઈ છે. ધારો કે કોઈ સગીર વયની છોકરી કે છોકરો વાહન ચલાવતા પકડાશે તો એને અથવા એનાં માતાપિતા-વડીલને 3 વર્ષ સુધીની જેલની સજા થશે.
સાથોસાથ, એ વાહનનું રજિસ્ટ્રેશન પણ રદ કરી દેવામાં આવશે.
નવા લાગુ થનાર નિયમો અનુસાર, એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનોને માર્ગ ન કરી આપવા બદલ કસુરવાર ઠરનાર ડ્રાઈવરને 10 હજાર રૂપિયાનો દંડ થશે.
સીટ બેલ્ટ ન વાપરનારને પણ મોટી રકમનો દંડ થશે.
બેફામ સ્પીડમાં વાહન ભગાવ્યું તો એક હજારથી લઈને બે હજાર રૂપિયા સુધીની રકમ દંડરૂપે ગણી આપવી પડશે.
આ છે નવા નિયમોઃ
- વાહન હંકારતી વખતે મોબાઈલ ફોન પર વાત કરી તો રૂ. 200નો દંડ
- કાયદેસર લાઈસન્સ વગર વાહન હંકારવા બદલ રૂ. 500નો દંડ
- ગેરકાયદેસર વ્યક્તિને વાહન હંકારવા દેવા બદલ વાહનમાલિકને રૂ. 500નો દંડ
- લાઈસન્સ બતાવવાનો ઈનકાર કરવા બદલ રૂ. 200નો દંડ
- ફૂટપાથ પર વાહન પાર્ક કરવા બદલ રૂ. 200નો દંડ
- પૂલ પર પાર્કિંગ કરવા બદલ રૂ. 200નો દંડ
- દરવાજાની સામે વાહન પાર્ક કરવા બદલ રૂ. 200નો દંડ
- વાહનવ્યવહારમાં અવરોધ ઊભો કરવા બદલ રૂ. 200નો દંડ
- વાહન પર ફેન્સી નંબર પ્લેટ લગાડવા બદલ રૂ. 1000નો દંડ
- રસ્તા પર ખોટી બાજુએ પાર્કિંગ કરવા બદલ રૂ. 200નો દંડ
- હેડલાઈટ વગર વાહન હંકારવા બદલ રૂ. 200નો દંડ
- કારણ વગર હોર્ન વગાડવા બદલ રૂ. 200નો દંડ
- કારમાં ટિન્ટેડ ગ્લાસ રાખવા બદલ રૂ. 200નો દંડ
- ઓટોરિક્ષા ચલાવવાનો ઈનકાર કરવા બદલ રૂ. 50નો દંડ
- ટેક્સી ચલાવવાનો ઈનકાર કરવા બદલ રૂ. 200નો દંડ
- રજિસ્ટ્રેશન વગર ટુ-વ્હીલર ચલાવવા બદલ રૂ. 1000નો દંડ
- રજિસ્ટ્રેશન વગર અન્ય વાહન ચલાવવા બદલ રૂ. 2000નો દંડ
- ડ્રાઈવિંગ કરતી વખતે રિક્ષા કે ટેક્સી ડ્રાઈવર સ્મોકિંગ કરતા પકડાશે તો રૂ. 200નો દંડ
- રિક્ષા કે ટેક્સી ડ્રાઈવર યુનિફોર્મ વગર પકડાશે તો રૂ. 200નો દંડ
- પ્રતિબંધિત જગ્યાએ પાર્કિંગ કરવા બદલ રૂ. 200નો દંડ
- ગેરકાયદેસર વાહનનો યુ-ટર્ન લેવા બદલ રૂ. 200નો દંડ
- લાઈટ ડાયરેક્શન (ઈન્ડિકેટર્સ) વગર વળાંક લેવા બદલ રૂ. 200નો દંડ
- જંક્શન ખાતે વાહનની ગતિ ધીમી ન પાડવા બદલ રૂ. 200નો દંડ
- ડ્રાઈવર વાહન ચલાવવા માટે શારીરિક કે માનસિક રીતે અનફિટ હશે રૂ. 500નો દંડ
- ડાબી બાજુએથી વાહનને ઓવરટેક કરવા બદલ રૂ. 200નો દંડ
- સ્લો ડાઉનનું સિગ્નલ ન આપવા બદલ રૂ. 200નો દંડ
- લાઈન કટ કરવા બદલ રૂ. 200નો દંડ
- સ્ટોપ લાઈન પર કે રાહદારી ક્રોસિંગ પર ઊભા રહેવા બદલ રૂ. 200નો દંડ
- ટુ કે થ્રી વ્હીલર પર પાર્કિંગ લાઈટ નહીં હોય તો રૂ. 200નો દંડ
- સાયલન્સ ઝોનમાં હોર્ન વગાડવા બદલ રૂ. 200નો દંડ
- સતત કે બિનજરૂરી રીતે હોર્ન વગાડવા બદલ રૂ. 200નો દંડ
- સિગ્નલ તોડવા બદલ રૂ. 200નો દંડ
- ટ્રાફિક અધિકારીએ આપેલા સિગ્નલનો અનાદર કરવા બદલ રૂ. 200નો દંડ
- રેસિંગ કે સ્પીડિંગ કરવા બદલ રૂ. બે હજારનો દંડ
- જોખમી રીતે ડ્રાઈવિંગ કરવા બદલ રૂ. 1 હજારનો દંડ
- RTOની પરવાનગી મેળવ્યા વગર વાહનમાં ફેરફાર કરવા બદલ રૂ. 1 હજારનો દંડ
- સાઈડ મિરર નહીં હોય તો રૂ. 200નો દંડ
- ટાયર નુકસાન પામેલું હશે તો રૂ. 200 દંડ
- વાઈપર્સ નહીં હોય તો રૂ. 200નો દંડ
- વાહન સાફ કર્યું નહીં હોય તો (ટેક્સી/રિક્ષા) – રૂ. 200નો દંડ
- મીટર ખામીવાળું હશે તો રૂ. 200નો દંડ
- પ્રાણીઓને જોખમી રીતે લઈ જવા બદલ રૂ. 200નો દંડ
- રસ્તાની રોંગ સાઈડ પર ડ્રાઈવ કરવા બદલ રૂ. 200નો દંડ
- કાયદેસર ઈન્શ્યુરન્સ વગર ડ્રાઈવિંગ બદલ ડ્રાઈવરને રૂ. 300નો દંડ
- કાયદેસર ઈન્શ્યુરન્સ વગર ડ્રાઈવિંગ બદલ માલિકને રૂ. 3 હજારનો દંડ
- ‘L’ બોર્ડ લગાવ્યા વગર લર્નિંગ લાઈસન્સ પર વાહન ચલાવવા બદલ રૂ. 200નો દંડ
- નંબર પ્લેટ બરાબર દેખાતી નહીં હોય તો રૂ. 200નો દંડ
- હેલ્મેટ પહેર્યા વગર રાઈડિંગ કરવા બદલ રૂ. 500નો દંડ
- સીટબેલ્ટ વગર ડ્રાઈવ કરવા બદલ રૂ. 200નો દંડ
- વાહનમાં વધારે પડતો સામાન ભર્યો હશે તો બે હજાર રૂપિયાનો દંડ
- સગીર વયનાં બાળકો કાર ચલાવતા પકડાશે તો એમનાં માતાપિતા કે વડીલને દોષી ગણાવવામાં આવશે, જેલની સજા કરાશે, વાહનનું રજિસ્ટ્રેશન રદ કરાશે.
- કસુરવાર વાહનચાલકોનું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરવાની અધિકારીઓને સત્તા આપવામાં આવી છે.