મુંબઈઃ આવકવેરા વિભાગના અધિકારીઓએ આજે મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રના પુણે અને યવતમાળ શહેરોમાં ત્રણ બિલ્ડર/ડેવલપરને ત્યાં દરોડા પાડ્યા છે. આ દરોડા પાછળનું કારણ મોટા પાયે કરાયેલી કરચોરી છે.
મહારાષ્ટ્રની શાસક મહાવિકાસ આઘાડી સરકારના ચાર અગ્રગણ્ય પ્રધાનોના નિકટવર્તીઓને ત્યાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. કહેવાય છે કે રાજ્યમાં 40 સ્થળે ઝડતી-તલાશીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
