મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં મહિલા પોલીસોની ફરજનાં કલાકો ઘટાડી દીધા છે. તે 12 કલાકને બદલે હવે 8 કલાક રહેશે. રાજ્યના પોલીસ વડા સંજય પાંડેએ મહારાષ્ટ્ર સરકારના નિર્ણયની જાણકારી આપી છે.
મહારાષ્ટ્રમાં શાસક મહાવિકાસ આઘાડીમાં ભાગીદાર પક્ષોમાંના એક, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નાં નેતા અને સંસદસભ્ય સુપ્રિયા સુળેએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે અને કહ્યું છે કે સરકારનો આ નિર્ણય મહિલા પોલીસકર્મીઓ માટે ઘણો રાહત આપનારો છે, જેમને માટે હવે એમનાં કુટુંબ તથા નોકરી, બંને વચ્ચે તાલમેલ સાધવાનું શક્ય બનશે.
