ગિફ્ટ નિફ્ટીના પહેલા સેશનમાં ટર્નઓવર ઓલટાઈમ ઊંચી સપાટીએ

ગાંધીનગરઃ ઈક્વિટી માર્કેટમાં ગિફ્ટ નિફ્ટીએ ગ્રોથ સ્ટોરીમાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે અને ટ્રેડિંગ કામકાજમાં નવો રેકોર્ડ સ્થાપ્યો છે. ગિફ્ટ નિફ્ટીએ ટ્રેડિંગના પહેલા સેશનમાં 5,18,522 કોન્ટ્રેક્સ સાથે 22.27 અબજ ડોલરનું ટર્નઓવર (રૂ. 1,85,098 કરોડ) નોંધાવ્યું છે. આ સાથે ગિફ્ટ નિફ્ટીએ આ અગાઉનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે, જેમાં 28 નવમ્બર, 2023એ એક્સચેન્જે 10.76 અબજ ડોલરનાં કામકાજ કર્યાં હતાં.

નિફ્ટી IXમાં કામકાજ ત્રીજી જુલાઈ, 2023એ શરૂ થયાં હતાં, ત્યાર બાદ એક્સચેન્જનાં કામકાજમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. એક્સચેન્જ શરૂ થયાના પહેલા દિવસે જ 10.94 મિલિયન કોન્ટ્રેક્સના વોલ્યુમ થકી ટર્નઓવર 430.06 અબજ ડોલરનું ટર્નઓવર નોંધાયું હતું. ગિફ્ટ નિફ્ટની સફળતા જોઈને આનંદ થાય છે અને બધા પાર્ટિસિપન્ટોના સહકાર બદલ એક્સચેન્જ આભાર વ્યક્ત કરે છે.