લોકસભા ચૂંટણી રાઉન્ડ-4: મુંબઈમાં સરેરાશ 54.30% મતદાન થયું

મુંબઈ – સાત રાઉન્ડની લોકસભા ચૂંટણીના ચોથા રાઉન્ડમાં આજે મુંબઈમાં પણ મતદાન થયું, જે ચૂંટણી પંચના જણાવ્યા મુજબ એકંદરે 54.30 ટકા હતું. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું હતું અને સત્તાવાર રીતે સાંજે 6 વાગ્યે સમાપ્ત થયું હતું, પરંતુ અનેક વિસ્તારોમાં મતદારોની લાંબી લાઈન જોવા મળી હતી તેથી વોટિંગનો સમય લંબાવવામાં આવ્યો હતો.

મુંબઈની 6 બેઠકો પર મતદાનની ટકાવારી આ પ્રમાણેની હતીઃ

મુંબઈ-ઉત્તર 57.27 (2014માં 53.1)

મુંબઈ-દક્ષિણ 50.17 (2014માં 52.5)

મુંબઈ ઉત્તર-મધ્ય 54.05 (2014માં 48.6)

મુંબઈ ઉત્તર-પશ્ચિમ 53.12 (2014માં 50.4)

મુંબઈ ઉત્તર-પૂર્વ 55.35 (2014માં 51.7)

મુંબઈ દક્ષિણ-મધ્ય 53.61% (2014માં 53.1)

મુંબઈની પડોશમાં આવેલા જિલ્લા વિસ્તારોમાં મતદાનની ટકાવારીઃ

થાણે – 49.95%

પાલઘર – 64.09%

કલ્યાણ – 44.27%

ભિવંડી – 53.68%

મહારાષ્ટ્રમાં મુંબઈની 6 સીટ સહિત કુલ 17 બેઠકો માટે મતદાન થયું છે. મહારાષ્ટ્રમાં મતદાનનો આ ચોથો અને આખરી રાઉન્ડ હતો.

આજે સવારે વહેલા જઈને મતદાન કરનાર જાણીતી હસ્તીઓમાં બોલીવૂડ પીઢ અભિનેત્રી રેખા, મુંબઈ-ઉત્તર બેઠક માટે કોંગ્રેસનાં ઉમેદવાર અને બોલીવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર, અમદાવાદ-પૂર્વ બેઠકના ભાજપના વર્તમાન સંસદસભ્ય અને અભિનેતા પરેશ રાવલ તથા એમના અભિનેત્રી પત્ની સ્વરૂપ સંપટ, ઉદ્યોગપતિ અનિલ અંબાણી, મુંબઈ ઉત્તર-મધ્ય બેઠક માટે ભાજપનાં ઉમેદવાર અને વર્તમાન સંસદસભ્ય પૂનમ મહાજન, ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ, અભિનેત્રી માધુરી દીક્ષિત-નેને, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, મુંબઈ ઉત્તર-મધ્ય બેઠક માટે કોંગ્રેસનાં ઉમેદવાર પ્રિયા દત્ત, ભોજપુરી અભિનેતા અને ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ભાજપના લોકસભા ચૂંટણી ઉમેદવાર રવિ કિશન, બોલીવૂડ દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ, અભિનેત્રીઓ ભાગ્યશ્રી અને સોનાલી બેન્દ્રેનો સમાવેશ થાય છે.

ઉર્મિલા માતોંડકર

રેખા અને ઉર્મિલાએ બાન્દ્રામાં, રાવલદંપતીએ વિલે પારલે, અનિલ અંબાણીએ દક્ષિણ મુંબઈના કફ પરેડમાં જી.ડી. સોમાની સ્કૂલમાં, પૂનમ મહાજને વરલી વિસ્તારમાં, રવિ કિશને ગોરેગામમાં, શક્તિકાંત દાસે દક્ષિણ મુંબઈના પેડર રોડ ખાતે, શરદ પવારે તારદેવમાં, માધુરી દીક્ષિતે જુહૂમાં, પ્રિયા દત્તે એમનાં પતિ ઓવેન રોન્કોન સાથે બાન્દ્રામાં, ભાગ્યશ્રી અને સોનાલી બેન્દ્રેએ વિલે પારલેમાં મતદાન કર્યું હતું.

સમગ્ર મુંબઈ શહેરમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. પોલીસનો બંદોબસ્ત અત્યંત કડક રાખવામાં આવ્યો હતો. સવારથી જ તમામ પોલિંગ બૂથ ખાતે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક સ્થળે મતદારોની લાંબી લાઈન છેક રસ્તાઓ પર ઉતરી આવેલી જોવા મળી હતી. કાંદિવલી (વેસ્ટ)ના મહાવીર નગર વિસ્તારમાં તો બે કિલોમીટર જેટલી લાંબી લાઈન જોવા મળી હતી. સખત ગરમી હોવા છતાં મતાધિકાર હાંસલ કરવા માટે લોકોમાં મક્કમતા જોવા મળી હતી.

પડોશના થાણે શહેરમાં તો 108 વર્ષનાં એક વૃદ્ધાએ મત આપ્યો હતો. વિઠાબાઈ દામોદર પાટીલ નામનાં મહિલા મહારાષ્ટ્રમાં સૌથી મોટી ઉંમરના મતદાર છે.

મુંબઈમાં ત્રણ બેઠક પર જોવા મળશે રસાકસી

(ડાબે અને જમણે) પ્રિયા દત્ત અને પૂનમ મહાજન

મુંબઈમાં 6માંથી ઓછામાં ઓછી 3 બેઠક ઉપર રસાકસી જોવા મળશે. ત્યાં હાઈ-પ્રોફાઈલ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. આમાં બે મહિલા ઉમેદવાર ફિલ્મલાઈન સાથે સંકળાયેલી છે. એક છે, અભિનેત્રી ઉર્મિલા માતોંડકર અને બીજાં છે પ્રિયા દત્ત, જે અભિનેતા સંજય દત્તનાં બહેન છે. આ બંને કોંગ્રેસનાં ઉમેદવાર છે. ઉર્મિલાનો મુકાબલો છે મુંબઈ-ઉત્તર બેઠક પર વર્તમાન સંસદસભ્ય ભાજપના ગોપાલ શેટ્ટી સામે જ્યારે પ્રિયા દત્તનો મુકાબલો છે ભાજપના વર્તમાન સંસદસભ્ય પૂનમ મહાજન સામે.

કોંગ્રેસના ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરા મુંબઈ-દક્ષિણ સીટ પર લડી રહ્યા છે શિવસેનાનાં વર્તમાન સંસદસભ્ય અરવિંદ સાવંત સામે.

પહેલા ત્રણ તબક્કામાં, લોકસભાની 302 સીટ પર મતદાન યોજવામાં આવ્યું હતું. પાંચ, છ અને સાતમા રાઉન્ડમાં વધુ 168 બેઠકો માટે મતદાન થશે.

લોકસભાની કુલ 543 બેઠકોમાંથી 542 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. તામિલનાડુમાં વેલ્લોર મતવિસ્તારમાં નાણાંના દુરુપયોગના કારણે ચૂંટણી પંચે ત્યાં ચૂંટણી રદ કરી છે.

મતગણતરી 23 મેએ કરાશે અને પરિણામ પણ એ જ દિવસે જાહેર કરાશે.


શક્તિકાંત દાસ


ઉર્મિલા માતોંડકર




પૂનમ મહાજન


અનિલ અંબાણી


વિશાલ ભારદ્વાજ


લોકસભા ચૂંટણી-2019ના ચોથા રાઉન્ડ માટે 29 એપ્રિલ, સોમવારે મુંબઈમાં 6 બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે. સવારે વહેલા જઈને મતદાન કરનાર જાણીતી હસ્તીઓમાં મુંબઈ-ઉત્તર બેઠક માટે કોંગ્રેસનાં ઉમેદવાર અને અભિનેત્રી ઉર્મિલા માતોંડકર, અભિનેત્રી રેખા, અભિનેતા અને અમદાવાદ-પૂર્વના ભાજપનાં સંસદસભ્ય પરેશ રાવલ અને એમના અભિનેત્રી પત્ની સ્વરૂપ સંપટ, ઉદ્યોગપતિ અનિલ અંબાણી, મુંબઈ ઉત્તર-મધ્ય બેઠક માટે ભાજપનાં ઉમેદવાર અને વર્તમાન સંસદસભ્ય પૂનમ મહાજન, ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ, ભોજપુરી અભિનેતા અને ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ભાજપના લોકસભા ચૂંટણી ઉમેદવાર રવિ કિશન, બોલીવૂડ દિગ્દર્શક વિશાલ ભારદ્વાજનો સમાવેશ થાય છે.


ઉર્મિલા માતોંડકર






રવિ કિશન


પરેશ રાવલ




રેખા


શરદ પવાર


માધુરી દીક્ષિત


મુંબઈ ઉત્તર-પૂર્વ બેઠક માટે ભાજપના ઉમેદવાર મનોજ કોટક મતદાન કર્યા બાદ


પ્રિયા દત્ત એમનાં પતિ ઓવેન રોન્કોન સાથે


અજય દેવગન


ઉર્મિલા માતોંડકર


અભિનેત્રી દિયા મિર્ઝા


અભિનેતા રાહુલ બોઝ


આમિર ખાન એની પત્ની કિરણ રાવ સાથે


અભિનેત્રી પ્રિયંકા ચોપરા


માધુરી દીક્ષિત


સોનાલી બેન્દ્રે


અભિનેત્રી ભાગ્યશ્રી