મુંબઈ – દર વર્ષની માફક આ વર્ષે પણ મુંબઈમાં ગણેશોત્સવ પરંપરાગત ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે.
પાંચમા દિવસે, 45,418 ગણપતિ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આમાં, 41,228 મૂર્તિઓ ઘરેલુ અને 672 મૂર્તિઓ સાર્વજનિક મંડળોની હતી. 3,518 મૂર્તિઓ ગૌરીની હતી.
આ મૂર્તિઓનું દરિયા, કુદરતી તેમજ કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
કૃત્રિમ તળાવોમાં 7,585 ઘરેલુ, 522 ગૌરી તથા 102 સાર્વજનિક મંડળોની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ગયા વર્ષે, પાંચમા અને છઠ્ઠા દિવસે 16,436 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
મુંબઈ મહાનગરપાલિકાએ ગણપતિ મૂર્તિઓનાં વિસર્જન માટે મુંબઈભરમાં 33 કૃત્રિમ તળાવોનું નિર્માણ કર્યું છે, જેનો અસંખ્ય લોકો લાભ લઈ રહ્યા છે.