મુંબઈઃ મુંબઈમાં 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં વિસ્ફોટકને ટ્રાંસપોર્ટ કરવાના આરોપી 51 વર્ષના ભાગેડુ અબુ બકરને સાઉદી અરબમાં પકડવામાં આવ્યો છે. ભારતીય સુરક્ષા એજન્સીઓથી પ્રાપ્ત ઈનપુટની મદદથી આરોપીને પકડવામાં આવ્યો છે જેને જલદી જ ભારત લાવવામાં આવશે. સેન્ટ્રલ મુંબઈ નિવાસી અબુ બકર અબ્દુલ ગફૂરે બ્લાસ્ટ પહેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કથિત રુપથી ઘણા લોકો સાથે મળીને વિસ્ફોટકો અને હથિયારોની ટ્રેનિંગ લીધી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર બોમ્બ બ્લાસ્ટ કેસમાં ક્યારેય પકડવામાં નથી આવ્યો. સૂત્રો અનુસાર અબુ બકરનું નામ તપાસ દરમિયાન અને બીજા આરોપીઓના નિવેદનોથી હટાવી દેવામાં આવ્યું હતું. આને લઈને સીબીઆઈએ નવેમ્બર 1997માં રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. ઈન્ટરપોલ નોટિસે દેશદુનિયાની સુરક્ષા એજન્સીઓના આરોપી મામલે એલર્ટ આપ્યું હતું અને આરોપીને પકડવા માટે આદેશ આપ્યો હતો.
જો કે એ વાતની પુષ્ટિ નથી થઈ કે તેને સઉદી પોલીસ દ્વારા કેવી રીતે પકડવામાં આવ્યો. બ્લાસ્ટની તપાસમાં સામે આવ્યું હતું કે અબુ બકરે 12 માર્ચ 1993 સીરિયલ બોમ્બ બ્લાસ્ટ પહેલા ષડયંત્રનું પ્લાનિંગ કરવા માટેની મીટિંગમાં ભાગ લીધો હતો. મીટિંગ ઘણી જગ્યાઓ પર થઈ હતી અને મામલાના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમ પણ આ બેઠકોમાં શામિલ થયો હતો.
બ્લાસ્ટ પહેલા મુંબઈથી કેટલાક યુવકો ટ્રેનિંગ માટે પાકિસ્તાન ગયા હતા. ત્યાં તેઓને હથિયાર ચલાવવા અને બોમ્બ પ્લાન્ટ કરવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. અબુ બકર પણ કથિતરુપે આ ગ્રુપનો ભાગ હતો. બ્લાસ્ટ બાદ તે ક્યારેય પાછો નથી આવ્યો. તે સાઉદી અરબમાં વસી ગયો અને ત્યાં નાના મોટા વ્યાપાર કરતો હતો. ત્યારે વાત એવી પણ સામે આવી છે કે તેણે ઈરાની મહિલા સાથે લગ્ન કર્યા છે.