મોરબી ઝુલતોપુલ દુર્ઘટના : આરોપી જયસુખ પટેલની જામીન અરજી નામંજૂર

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ હાલ જેલવાસ ભોગવી રહ્યો છે. અને જેલમાંથી બહાર આવવા માટે સતત અરજીઓ પણ કરી રહ્યો છે. ત્યારે હવે આ અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આરોપી જયસુખ પટેલની જામીન અરજી નામંજૂર કરવામા આવી છે.

જયસુખ પટેલની જામીન અરજી નામંજૂર

મોરબી ઝુલતોપુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની રેગ્યુલર જામીન અરજી મોરબી સેશન્સ કોર્ટ ફગાવી દીધી છે. ત્યારે હવે જયસખ પટેલ હાઇકોર્ટના દ્વાર ખખડાવશે તેમ જાણવા મળી ર્યું છે. મહત્વનું છે્ કે આજે બપોરે જયસુખ પટેલની તબિયત લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યા તેને મોરબી સિવિલ હોસ્પિટલના તબીબે ન્યૂરો સર્જનને બતાવવા માટેની સલાહ આપી હતી. ત્યારે હવે મોરબી સેશન્સ કોર્ટ જયસુખ પટેલની રેગ્યુલર જામીન અરજી ફગાવી દેતા તેની મુશ્કેલીમાં વધારો થયો છે.

હવે હાઇકોર્ટના દ્વાર ખખડાવશે 

આજે જયસુખ પટેલની તબિયત બગડી હોવાથી તેમને હોસ્પિટલ સારવાર માટે પણ લઇ જવામાં આવ્યા હતા  ત્યારે બપોર બાદ કોર્ટે હુકમ સંભળાવતા જામીન અરજી નામંજૂર કરી છે. જેથી હાલ તો તેને જેલમાં જ રહેવું પડશે અને હવે તે જામીન માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવશે તેવી  શક્યતાઓ છે.