મંકી પોક્સ એ વિશ્વની સૌથી ખતરનાક બિમારીઓમાંની એક છે. પરંતુ હવે આ બીમારીનું નામ બદલી દેવામાં આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ વિશ્વભરના નિષ્ણાતો સાથે પરામર્શ કરીને મંકીપોક્સને ‘ mpox’ નામ આપ્યું છે. આ બંને નામનો ઉપયોગ લગભગ એક વર્ષ સુધી કરવામાં આવશે. ત્યારબાદ ‘મંકીપોક્સ’ દૂર કરવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં જ્યારે મંકીપોક્સનો પ્રકોપ વધ્યો ત્યારે ઘણી જગ્યાએ જાતિવાદી અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેની જાણ WHOને કરવામાં આવી હતી. ઘણા દેશોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી અને WHOને આ રોગનું નામ બદલવાની વિનંતી કરી.
Following consultations, WHO will begin using a new term for “#monkeypox” disease: '#mpox'.
Both names will be used simultaneously for one year while 'monkeypox' is phased out https://t.co/VT9DAdYrGY pic.twitter.com/Ae6zgkefPI— World Health Organization (WHO) (@WHO) November 28, 2022
ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઑફ ડિસીઝ (ICD) હેઠળ WHO રોગોના નામકરણ માટે જવાબદાર છે. ICD ની અપડેટ પ્રક્રિયા અનુસાર, WHO એ ઘણા નિષ્ણાતો, દેશો અને સામાન્ય લોકો પાસેથી તેમના અભિપ્રાય લીધા. નવા નામ માટેના સૂચનો પણ દરેક પાસેથી લેવામાં આવ્યા હતા. આ સૂચનો અને ડબ્લ્યુએચઓ ડાયરેક્ટર-જનરલ, ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ સાથેની ચર્ચાઓના આધારે WHO ભલામણ કરે છે.
When the outbreak of #mpox (#monkeypox) expanded earlier this year, racist and stigmatizing language was observed and reported to WHO.
Some countries and individuals asked WHO to propose a way forward to address this https://t.co/VT9DAdYrGY pic.twitter.com/5GctQ6DXO9— World Health Organization (WHO) (@WHO) November 28, 2022
- આ રોગ માટે અંગ્રેજીમાં mpox અપનાવવામાં આવશે.
- મંકી પોક્સની જગ્યાએ mpox નામનો ઉપયોગ કરવામાં આવશે. આ ફેરફાર માટે એક વર્ષનો સમય આપવામાં આવ્યો છે. આ સમયમાં ICD અપડેટ પ્રક્રિયા પણ પૂર્ણ કરશે અને WHO ને પ્રકાશનમાં ફેરફાર કરવા માટે સમય મળશે.
- આગામી દિવસોમાં ICD-10 ઓનલાઇનમાં mpoxનો સમાવેશ કરવામાં આવશે. તે ICD-11 ના 2023 સત્તાવાર પ્રકાશનમાં સામેલ કરવામાં આવશે.
- મંકીપોક્સ” શબ્દ ICDમાં પણ સર્ચ કરી શકાય છે.
સામાન્ય રીતે ICD અપડેટ કરવાની પ્રક્રિયામાં ઘણા વર્ષો લાગી શકે છે. જો કે, આ રોગના કિસ્સામાં, અપડેટ પ્રક્રિયા ઝડપી કરવામાં આવી હતી. નામ બદલવાની સલાહ લેનારાઓમાં દવા, વિજ્ઞાન અને વર્ગીકરણ અને આંકડાકીય સલાહકાર સમિતિઓના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. તેમાં 45 દેશોના સરકારી અધિકારીઓના પ્રતિનિધિઓ સામેલ હતા.
વર્લ્ડ હેલ્થ નેટવર્કે તેને મહામારી જાહેર કરી
તમને જણાવી દઈએ કે આ વાયરસ જાનવરોમાંથી ફેલાય છે અને માણસોમાં ખૂબ જ ઝડપથી વધે છે. વર્લ્ડ હેલ્થ નેટવર્કે તેને મહામારી જાહેર કરી છે. મંકીપોક્સ શીતળા જેવું છે. તેના પ્રથમ તબક્કામાં ચેપગ્રસ્ત વ્યક્તિમાં લક્ષણો દેખાવા લાગે છે. આમાં, લક્ષણો ઉપલા શ્વસન તંત્ર સાથે સંબંધિત છે. આ કારણે ચેપગ્રસ્ત વ્યક્તિને તાવ આવે છે. આ સાથે શરીરમાં દુખાવો અને થાક પણ અનુભવાય છે. બીજા તબક્કામાં ત્વચા પર અમુક જગ્યાએ ગઠ્ઠો દેખાવા લાગે છે. આ પછી શરીરના કેટલાક ભાગોમાં ફોલ્લીઓ દેખાય છે અને પછી આ ફોલ્લીઓ મોટા પિમ્પલ્સમાં ફેરવાય છે.