IFFI 2022 જ્યુરીએ કહ્યું – ‘ધ કાશ્મીર ફાઇલ્સ એક અશ્લીલ અને પ્રચાર આધારિત ફિલ્મ છે’

53મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ગોવામાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે મોટા ફિલ્મ સ્ટાર્સ ગોવા પહોંચ્યા હતા. પરંતુ આ દરમિયાન જ્યારે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની વાત સામે આવી ત્યારે ઈઝરાયેલના ફિલ્મમેકર નાદવ લેપિડના શબ્દોએ બધાને ચોંકાવી દીધા.

વિવેક અગ્નિહોત્રીએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ…’ દ્વારા આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોની વાર્તા બતાવી છે. ઈઝરાયેલના ફિલ્મમેકરે આ ફિલ્મને વલ્ગર જાહેર કરી છે. વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ વિશે વાત કરતાં નદવે કહ્યું છે કે આ ફિલ્મ પ્રચાર આધારિત અને વલ્ગર છે. વિડીયો જુઓ.