IPL 2023 : હૈદરાબાદને હરાવીને મુંબઈ પ્લેઓફની નજીક પહોંચ્યું, રાજસ્થાન બહાર

મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે મુંબઈ પ્લેઓફની નજીક પહોંચી ગયું છે. કેમરન ગ્રીને ટીમ માટે તોફાની પ્રદર્શન કર્યું હતું. તેણે અણનમ સદી ફટકારી હતી. ગ્રીને 47 બોલમાં 100 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 56 રનનું યોગદાન આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 201 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મુંબઈએ 18 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને આઠ વિકેટે હરાવ્યું છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે પાંચ વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ બે વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા અને 18 ઓવરમાં મેચ જીતી લીધી. આ જીત સાથે મુંબઈની ટીમ 16 પોઈન્ટ સાથે પ્લેઓફની રેસમાં યથાવત છે. આ સાથે જ રાજસ્થાનની ટીમ હવે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ગુજરાત, ચેન્નાઈ અને લખનૌની ટીમોએ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આવી સ્થિતિમાં ચોથા સ્થાન માટે મુંબઈ અને RCB વચ્ચે મુકાબલો છે. બેંગ્લોરમાં RCB અને ગુજરાત વચ્ચેની મેચમાં વરસાદનો પડછાયો છે. જો આ મેચ વરસાદને કારણે ધોવાઈ જશે તો મુંબઈની ટીમ પ્લેઓફમાં પહોંચી જશે. આ સાથે જ જો RCB જીતશે તો મુંબઈ પ્લેઓફમાંથી બહાર થઈ જશે.

આ મેચમાં હૈદરાબાદ તરફથી મયંક અગ્રવાલે સૌથી વધુ 83 રન બનાવ્યા હતા. વિવંત શર્માએ પણ 69 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ કેમરન ગ્રીને મુંબઈ માટે અણનમ સદી રમી હતી. કેપ્ટન રોહિતે પણ 56 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી આકાશ માધવાલે ચાર અને ક્રિસ જોર્ડને એક વિકેટ ઝડપી હતી. તે જ સમયે હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમાર અને મયંક ડાગરે એક-એક વિકેટ લીધી હતી.