Met Gala 2025: રેડ કાર્પેટ પર ચમક્યા આ બૉલિવૂડ સેલેબ્સ

‘ઓસ્કાર ઓફ ફેશન’તરીકે ઓળખાતી ઇવેન્ટ મેટ ગાલા 2025 શરૂ થઈ ગઈ છે. ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં આયોજિત આ કાર્યક્રમમાં બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાને પહેલીવાર ભાગ લીધો હતો. શાહરુખે રેડ કાર્પેટ પર પોતાનું સુપર સ્ટારડમ બતાવ્યું. શાહરુખ ઉપરાંત દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી સહિત ઘણા ભારતીય કલાકારોએ તેમાં ભાગ લીધો હતો. પ્રિયંકા ચોપરા પણ પતિ નિક જોનાસ સાથે રેડ કાર્પેટ પર જોવા મળી હતી.

શાહરૂખ ખાને મેટ ગાલામાં કિંગ સ્ટાઈલમાં ભવ્ય એન્ટ્રી કરી હતી. તેણે સુપરફાઇન: ટેલરિંગ બ્લેક સ્ટાઇલ થીમ સાથે બ્લેક સબ્યસાચીના સુટ અને ગોલ્ડન જ્વેલરી પહેરીને એક આકર્ષક દેખાવ કર્યો હતો. શાહરૂખે સ્ટાઇલિશ બ્લેક સૂટ’SRK’ અને ‘K’ અક્ષરોવાળા બે ગળાનો હાર, ચાર વીંટીઓ, એક સ્ટાઇલિશ ઘડિયાળ અને સોનેરી લાકડી સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. શાહરૂખે બ્લુ કાર્પેટ પર ખુલ્લા હાથે પોઝ આપીને ચાહકોના દિલ જીતી લીધા.તે જ સમયે, ડિઝાઇનર સબ્યસાચી પણ તેની સાથે સફેદ પોશાકમાં જોવા મળ્યા હતા.

પ્રિયંકા ચોપરા જોનાસ તેના પતિ નિક જોનાસ સાથે મેટ ગાલા 2025 માં કાર્પેટ પર ચાલી હતી.મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ફેશન ઇવેન્ટમાં આ તેણીનો પાંચમો દેખાવ હતો. પ્રિયંકા બાલમેઈન માટે ઓલિવિયર રૂસ્ટીંગ દ્વારા બનાવેલા પોલ્કા ડોટ સૂટ ડ્રેસમાં ક્લાસિક હોલીવુડ સ્ટાઇલમાં દેખાતી હતી. નિક જોનાસ પણ પ્રિયંકાના લુક સાથે મેચ કરતો જોવા મળ્યો હતો. આ કપલે પહેલી વાર 2017માં મેટ ગાલામાં હાજરી આપી હતી.

બેબી બમ્પ સાથે કિયારા ખૂબ જ સુંદર લાગે છે

કિયારા અડવાણીએ મેટ ગાલા 2025 માં પોતાનું ડેબ્યૂ કર્યું અને તેણી ભારતીય ડિઝાઇનર ગૌરવ ગુપ્તાના ખાસ ડ્રેસમાં જોવા મળી હતી. તે ન્યૂ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં બ્લુ કાર્પેટ પર હાજર થનારી ચોથી બોલિવૂડ અભિનેત્રી બની. કિયારા ‘બ્રેવહાર્ટ’ લુકમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

દિલજીત મહારાજા સ્ટાઇલમાં ચમક્યો

દિલજીત દોસાંઝે મેટ ગાલા 2025માં ભવ્ય એન્ટ્રી કરી અને પોતાની પંજાબી સંસ્કૃતિને સંપૂર્ણ ભવ્યતાથી દુનિયા સમક્ષ રજૂ કરી. પ્રખ્યાત ડિઝાઇનર પ્રબલ ગુરુંગ દ્વારા બનાવેલા ‘મહારાજા લુક’માં, દિલજીત ઓફ-વ્હાઇટ અચકન પાયજામા અને પાઘડીમાં જોવા મળ્યો હતો. જેમાં પંજાબનો નકશો, ખાસ પ્રતીકો અને ગુરુમુખીમાં લખેલા શબ્દો હતા.

મેટ ગાલામાં ઈશા અંબાણી

ઈશા અંબાણીએ મેટ ગાલા 2025માં પાંચમી વખત અદભુત દેખાવ કર્યો. તેણે ડિઝાઇનર અનામિકા ખન્નાના સિગ્નેચર બ્લેક, વ્હાઇટ અને ગોલ્ડ ડ્રેસમાં બધાનું ધ્યાન ખેંચ્યું. આફ્રિકન કાપડ અને વૈશ્વિક કારીગરીથી પ્રેરિત થઈને, અનામિકાએ આ ડ્રેસ બનાવ્યો, જેને બનાવવામાં 20,000 કલાકથી વધુ સમય લાગ્યો, જેમાં અંબાણી પરિવારના અંગત સંગ્રહમાંથી મોતી, કિંમતી પથ્થરો અને રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.