Meerutમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, અનેક લોકો દટાયા

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. શહેરની ઝાકિર કોલોનીમાં વરસાદના કારણે ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. તેમાં એક જ પરિવારના 9 લોકો દટાયા હોવાની માહિતી મળી રહી છે. લોહિયા નગર વિસ્તારની ઝાકિર કોલોની શેરી નંબર સાતમાં આવેલું આ ત્રણ માળનું મકાન એક વૃદ્ધ મહિલા નાફોનું છે. નાફોના બે પુત્રો સાજીદ અને ગોવિંદા 35 વર્ષ જૂના આ મકાનમાં તેમની પત્ની અને બાળકો સાથે રહે છે.

આખો પરિવાર કાટમાળ નીચે દટાયેલો છે.પરિવાર ડેરીનો વ્યવસાય કરે છે. નીચેના માળે ભેંસોને બાંધીને રાખવામાં આવે છે. જ્યાં ડેરી છે. અચાનક મકાન ધરાશાયી થવાથી ભેંસ પણ કાટમાળ નીચે દટાઈ ગઈ છે. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય ચાલુ છે. કમિશનર સેલવા કુમાર જે, એસએસપી ડો.વિપિન ટાડા ઘટનાસ્થળે પહોંચી ગયા છે.મળતી માહિતી મુજબ 4 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.