નવી દિલ્હીઃ દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે મહોલ્લા ક્લિનિક સૌથી મોટો મુદ્દો બની ચૂક્યો છે. આપ સંયોજક દાવા કરી રહ્યા છે. તેમની સરકાર આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક કામ કર્યું છે અને લોકોને સૌથી વધુ લાભ પહોંચાડ્યો છે. જોકે ગયા વર્ષે 28 ટકા દર્દીઓમાં ઘટાડો થયો છે, એમ RTIથી માલૂમ પડ્યું છે.
દિલ્હીના મહોલ્લા ક્લિનિકોમાં જરૂરી દવાઓ દર્દીઓને નથી મળી રહી. ગયા વર્ષ સુધી આ મહોલ્લા ક્લિનિકોમાં દવાઓની અછત એક મોટો મુદ્દો બની ચૂક્યો છે. ભાજપે આમ આદમી પાર્ટીઓની સરકાર પર નિશાન સાધ્યું છે. ડેટા દર્શાવી રહ્યો છે કે વર્ષ 2023માં 1.94 કરોડ લોકોએ દિલ્હીના મહોલ્લા ક્લિનિકોમાં દર્દીઓએ સારવાર કરાવી હતી, પણ ગયા વર્ષે એ આંકડો ઘટીને 1.39 કરોડે પહોંચી ગયો હતો.
આ ઘટાડાનું મુખ્ય કારણ દવાઓની અછત છે. એ સાથે આ ક્લિનિકોમાં અનેક જગ્યાએ ડોક્ટરો પણ હાજર નહોતા, જેથી આ મહોલ્લા ક્લિનિકોમાં દર્દીઓની હાજરી ઘટી ગઈ હતી. શહ્રોમાં 546 મહોલ્લા ક્લિનિકો છે અને હાલમાં એ ક્લિનિકોમાં ત્યાં 60 ટકાથી વધુ મહિલા ડોક્ટરો હાજર છે. તર્ક આપવામાં આવે છે કે આ ક્લિનિકોમાં મહિલા ડોક્ટરોને કારણે મહિલા દર્દીઓ આરામથી તેમની સારવાર કરાવી શકે છે. આ મહોલ્લા ક્લિનિકો પાછળ સરકારે 2023માં રૂ. 164 કરોડનો ખર્ચ કર્યો હતો, પણ 2024માં તો માત્ર રૂ. પાંચ કરોડ ખર્ચ કર્યા હતા.