મોરબીઃ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમને સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2022માં પાડોશીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટે ચુકાદો આપ્યો પીડિતાને રૂ. ચાર લાખનું વળતર ચૂકવવા પણ આદેશ અપાયા.
મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં મોરબી સ્પે.પોક્સો કોર્ટે આરોપી રિક્ષાચાલક નરશી સોલંકીને આજીવન કેદ અને રૂ. 35,100નો દંડ પણ ફટકાર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર રિક્ષાચાલકને અંતિમ શ્વાસ સુધી કેદ ફટકારવામાં આવી છે. મોરબી શહેરમાં 2022માં નરાધમે દિવાળી સમયે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે આરોપી નરશી નથુભાઈ સોલંકી (33)ને મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટે સજા ફટકારી છે. સગીરાના ઘરમાં ઘૂસી પિતાને મારી નાખવાની ધમકી આપીને યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાના પિતાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપીને આજીવન કેદ 35,100નો દંડ અને વળતર યોજનામાંથી કુલ ચાર લાખ સહાયની ચૂકવવા આદેશ કર્યો હતો.
