મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ મામલે હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. આ ઘટનાના મુખ્ય આરોપી અને ઓરેવા ગ્રુપના જયસુખ પટેલના સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમા જયસુખ પટેલને જેલ હવાલે કરવાનો હુકમ આપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પોલીસ જયસુખ પટેલને મેડિકલ તપાસ કરાવીને જેલ હવાલે કરશે.
2022 Morbi bridge collapse | Accused, Oreva Group promoter Jaysukh Patel sent to jail. He was produced before Morbi Sessions court today at the end of his 7-day Police remand and was sent to jail after the Police didn't seek any further remand. #Gujarat
— ANI (@ANI) February 8, 2023
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના ત્રણ મહિના બાદ ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પર કાર્યવાહી કરવામાં આવી હતી. 135 લોકોનો ભોગ લેનાર મોરબી પુલ દુર્ઘટનાના કેસમાં જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું. મોરબી પોલીસે આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવવામાં આવ્યા હતા. અત્યાર સુધી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં કુલ 9 લોકોને આરોપી બનાવાયા હતા. મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી તમામ 9 આરોપીઓની પોલીસ ધરપકડ કરી ચૂકી છે.જોકે જયસુખ પટેલે 1 ફેબ્રુઆરીએ કોર્ટમાં આત્મ સમર્પણ કર્યું હતું.
મોરબીમાં દીવાળીની રજાઓ દરમિયાન ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.