ઉત્તર પ્રદેશ: પ્રયાગરાજમાં 13મી જાન્યુઆરીથી મહાકુંભ મેળો- 2025 શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ અંગે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી. યોગી આદિત્યનાથે કહ્યું, “૨૦૧૯નો કુંભ મેળો સ્વચ્છતા માટે જાણીતો છે. જ્યારે ૨૦૨૫નો મહાકુંભ મેળો વ્યવસ્થા, શ્રદ્ધા અને આધુનિકતાના ભવ્ય મેળાવડા તરીકે ઓળખાશે.”પ્રયાગરાજ મુલાકાતના બીજા દિવસે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે સર્કિટ હાઉસ ખાતે મહાકુંભના અવસરે પ્રસાર ભારતીની FM ચેનલ કુંભવાણી લોન્ચ કરી. આ પ્રસંગે, તેમણે FM ચેનલ સફળ થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે તેમને વિશ્વાસ છે કે આ FM ચેનલ હિટ થશે. આ ચેનલ માત્ર લોકપ્રિયતાની નવી ઊંચાઈઓ જ નહીં હાંસલ કરે, પરંતુ મહાકુંભને એવા દૂરના ગામડાઓમાં પણ લઈ જશે જ્યાં લોકો ઇચ્છવા છતાં પહોંચી શકતા નથી. અમે બધી માહિતી પ્રદાન કરીશું. આ સુવિધાઓ દ્વારા લોકોને મહાકુંભ વિશે જણાવવામાં આવશે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે જો આપણે દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે આ પ્રકારનું લાઇવ પ્રસારણ કરી શકીએ, તો તેમને સનાતનના આ મહાન મેળાવડા વિશે આવનારી પેઢીને જાણવા, સાંભળવા અને કહેવાની તક પણ મળશે.
Uttar Pradesh CM Yogi Adityanath launches #Kumbhvani, a dedicated Channel of #Akashvani for #Mahakumbh2025 in Prayagraj.@airnewsalerts @airnews_tvm @MIB_India@PIB_India@prasarbharati@AkashvaniAIR#Mahakumbh2025 pic.twitter.com/qg0GuL6lGo
— All India Radio News Trivandrum (@airnews_tvm) January 10, 2025
મુખ્યમંત્રીએ કહ્યું જે લોકો સનાતન ધર્મને સંકુચિત દ્રષ્ટિકોણથી જુએ છે, સાંપ્રદાયિક તફાવતો, ભેદભાવ અથવા અસ્પૃશ્યતાના નામે લોકોને વિભાજીત કરવાનું કામ કરે છે. તેમણે અહીં આવીને જોવું જોઈએ કે અહીં કોઈ સંપ્રદાયનો તફાવત નથી, કોઈ જાતિનો ભેદ નથી, કોઈ અસ્પૃશ્યતા નથી, કોઈ લિંગ ભેદભાવ નથી. બધા સંપ્રદાયો અને સમુદાયો એક જ જગ્યાએ સાથે સ્નાન કરે છે.