મહાકુંભ 2025: આવતી કાલે મકર સંક્રાંતિએ પહેલું ‘શાહી સ્નાન’

પ્રયાગરાજઃ પ્રયાગરાજમાં સંપૂર્ણ મહાકુંભ આજથી શરૂ થઈ ચૂક્યો છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે. પહેલા દિવસ એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચૂક્યા છે. પ્રયાગરાજના ઘાટો પર ભારે ભીડ છે અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે. મહાકુંભનું પહેલું શાહી સ્નાન 14 જાન્યુઆરીએ એટલે કે મકર સંક્રાંતિએ કરવામાં આવશે.  

મહા કુંભ 13 જાન્યુઆરી 2025થી શરૂ થઈ ગયો છે, જે 26 ફેબ્રુઆરી 2025 સુધી પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલશે. એવું માનવામાં આવે છે કે 12 વર્ષ પછી આવતા આ પવિત્ર પ્રસંગ દરમિયાન વ્યક્તિ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમમાં સ્નાન કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે.શાહી સ્નાન કરવાથી વ્યક્તિના પાપ ધોવાઈ જાય છે.  આજે છે મહાકુંભનું પહેલું શાહી સ્નાન, જાણો લગભગ 45 દિવસ સુધી ચાલનારા આ મહાકુંભમાં કઈ તિથિએ કરવામાં આવશે

મહાકુંભ 2025 પ્રથમ શાહી સ્નાન

પ્રથમ શાહી સ્નાનનો શુભ સમય (મહાકુંભ 2025 શાહી સ્નાન મુહૂર્ત)

બ્રહ્મ મુહૂર્ત – 05.27 am – 06.21 am

વિજય મુહૂર્ત- બપોરે 2.15થી 2.57 કલાકે

સંધ્યા કાળ મુહૂર્ત – સાંજે 5.42 – સાંજે 6.09

મહાકુંભનું આયોજન સાગર મંથનમાં અમૃતને લઈને થતા સંઘર્ષને કારણે થાય છે. આ વર્ષનો મહાકુંભ સૌથી વિશેષ માનવામાં આવે છે કારણ કે આ દિવસે સૂર્ય, ચંદ્ર અને ગુરુ ગ્રહોની શુભ સ્થિતિ બની રહી છે જેતે સમયે સમુદ્ર મંથન દરમિયાન પણ બની હતી. આ દિવસે રવિ યોગ બની રહ્યો છે. રવિ યોગમાં સ્નાન કરવાથી અને સૂર્યદેવની ઉપાસના કરવાથી ક્યારેય અંત ન હોય તેવા પુણ્યની પ્રાપ્તિ થાય છે.

શાહી સ્નાનનું મહત્વ

શાહીસ્નાન એટલે કે પ્રયાગરાજમાં શાહીસ્નાન કરવાથી મનની અશુદ્ધિઓ દૂર થાય છે તે માત્ર વ્યક્તિને જ નહીં પરંતુ તેના પિતૃને પણ સંતોષ આપે છે. આત્મા સંતુષ્ટ રહે છે.

શાહી સ્નાનના નિયમો

શાહી સ્નાન માટે કેટલાક નિયમો છે. નાગા સાધુઓ પછી જ ગૃહસ્થોએ સંગમમાં સ્નાન કરવું જોઈએ. સ્નાન કરતી વખતે, 5 ડૂબકી લો, તો જ સ્નાન પૂર્ણ માનવામાં આવે છે. સ્નાન કરતી વખતે સાબુ કે શેમ્પૂનો ઉપયોગ ન કરો.

શા માટે તેને શાહી સ્નાન કહેવામાં આવે છે?

કેટલીક વિશેષ તિથિઓમાં આ સ્નાનને શાહી સ્નાન કહેવામાં આવે છે. આ સમયમાં ઋષિ-મુનિઓ હાથી, ઘોડા અને રથ પર સવાર થઈને ધામધૂમથી સ્નાન કરવા આવે છે. આ ભવ્યતાને કારણે તેને શાહી સ્નાન નામ આપવામાં આવ્યું છે.