માતા હીરાબેનનો ઉલ્લેખ કરીને PM મોદી થયા ભાવુક

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં માતા હીરાબેનનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદી તેમનો ઉલ્લેખ કરતા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મારી માતા વિના આ મારી પ્રથમ ચૂંટણી છે, પરંતુ આ દેશની દરેક મહિલા અને પુત્રીએ મને તે ખોટ જવા દીધી નથી. પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના મતદારોએ આ ચૂંટણીમાં રેકોર્ડ મતદાન કરીને અભૂતપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો છે અને વિશ્વભરમાં ભારતને બદનામ કરનારી શક્તિઓને અરીસો બતાવ્યો છે.

PM મોદીએ કહ્યું- આજે ત્રીજી વખત NDA સરકાર બનાવવાનું નક્કી છે

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનો દિવસ ખૂબ જ શુભ છે અને આ શુભ દિવસે NDA ત્રીજી વખત સરકાર બનાવશે. અમે સૌ જનતાના આભારી છીએ. આજની જીત વિશ્વની સૌથી મોટી લોકશાહીની જીત છે.