બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે ઘણી અટકળો પછી આખરે પોતાની ગર્ભાવસ્થાની ખુશખબરી આપી છે. અભિનેત્રી તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી એક તસવીર પણ શેર કરી છે.
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલના ઘરે પારણું બંધાવવાનું છે. કેટરિના કૈફે પોતાની પ્રગ્નેન્સીની જાહેરાત કરી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પતિ વિકી કૌશલ સાથેના તેના ગર્ભાવસ્થાના ફોટોશૂટનો ફોટો શેર કર્યો છે. ફોટો શેર કરતા અભિનેત્રીએ લખ્યું, “આપણે આપણા જીવનનો સૌથી સુંદર અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણા હૃદય આનંદ અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયા છે.”
જાહ્નવી સહિત અનેક સેલિબ્રિટીઓએ અભિનંદન પાઠવ્યા હતા. કેટરિના અને વિકી કૌશલ દ્વારા ખુશખબરની સત્તાવાર જાહેરાત બાદ અસંખ્ય સ્ટાર્સ અભિનંદનનો વરસાદ વરસાવી રહ્યા છે. ભૂમિ પેડનેકરે લાલ હૃદયનું ઇમોજી ઉમેર્યું. આ દરમિયાન, જાહ્નવી કપૂરે કમેન્ટ સેક્સનમાં લાલ હૃદયનું ઇમોજી મૂક્યું, “અભિનંદન, અભિનંદન, અભિનંદન.” લખ્યું. હુમા કુરેશીએ લખ્યુ,”વાહ, અભિનંદન!”. સેલેબ્સ સિવાય ચાહકો પણ કપલને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
View this post on Instagram
ઘણા મહિનાઓથી ગર્ભાવસ્થાની અફવાઓ ફેલાઈ રહી હતી. અનેક ફોટા અને વીડિયોને કારણે નેટીઝન્સે અનુમાન લગાવ્યું હતું કે તે ગર્ભવતી હતી. જોકે, હવે તેણે સત્તાવાર રીતે તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી છે.
કેટરિના અને વિકીના લગ્ન 2021 માં થયા હતા
9 ડિસેમ્બર, 2021 ના રોજ કેટરિના કૈફે અભિનેતા વિકી કૌશલ સાથે પરંપરાગત હિન્દુ વિધિઓ અનુસાર લગ્ન કર્યા. આ લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુરના એક ભવ્ય કિલ્લામાં થયા હતા, જેમાં ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. લગ્નના ફોટા લાંબા સમયથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. આજે, કેટરિના વિકી સાથે સુખી લગ્ન જીવનનો આનંદ માણી રહી છે. કેટરિના અને વિકી કૌશલ ટૂંક સમયમાં માતાપિતા બનવાના છે. આ ક્ષણ તેમના માટે ખૂબ જ ખાસ રહેશે.
