વોશિંગ્ટન: ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડાયરેક્ટર કાશ પટેલ મંગળવારે યુએસ સેનેટ જ્યુડિશિયરી કમિટી સમક્ષ હાજર થયા હતા. આ સુનાવણી દરમિયાન રિપબ્લિકન અને ડેમોક્રેટિક સાંસદો વચ્ચે તીખી બહસ જોવા મળી હતી.
સુનાવણીના મુખ્ય મુદ્દાઓ
રિપબ્લિકન સાંસદોએ હિંસક ગુનાઓ ડામવા, ડ્રગ સ્મગલિંગ સામેની લડાઈ અને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના એજન્ડાને એફબીઆઈમાં આગળ ધપાવવાના કાશ પટેલના પ્રયાસોને બિરદાવ્યા હતા. બીજી તરફ, ડેમોક્રેટિક પક્ષના નેતાઓએ કાશ પટેલના કાર્યકાળ દરમિયાન એફબીઆઈમાં ઊભી થયેલી અસ્થિરતા અને આંતરિક વિવાદો મુદ્દે તેમને ઘેર્યા હતા.
ડેમોક્રેટ્સના આક્ષેપો
ડેમોક્રેટ્સ દ્વારા મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર કશ પટેલની આકરી ટીકા કરવામાં આવી હતી:
-
એજન્ટોની બરતરફી: ટ્રમ્પ સામેની તપાસમાં સામેલ રહેલા એફબીઆઈ એજન્ટોને મોટા પાયે નોકરીમાંથી હાંકી કાઢવાના નિર્ણયો.
-
રાજકીય વિરોધીઓ પર તપાસ: પ્રેસિડેન્ટ ટ્રમ્પના રાજકીય વિરોધીઓ સામે એફબીઆઈની કાર્યવાહી વધારવાના આક્ષેપો.
-
અંગત પ્રવાસો: કાશ પટેલના સત્તાવાર પ્રવાસો દરમિયાન અંગત મોજશોખ અને સરકારી સંસાધનોના ઉપયોગ પર પ્રશ્નો.
આ સુનાવણી દરમિયાન કાશ પટેલની કામગીરી અને તેમના નેતૃત્વ હેઠળ એફબીઆઈની દિશા અંગે યુએસ સેનેટમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો.




