JSW ગ્રુપ મહારાષ્ટ્રમાં રૂ. ત્રણ લાખ કરોડનું મૂડીરોકાણ કરશે

મુંબઈઃ JSW ગ્રુપે મહારાષ્ટ્ર સરકારની સાથે એક સમજૂતી કરાર કર્યા છે. કંપનીએ આ સમજૂતીનું એલાન દાવાસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં કર્યું હતું. કંપનીએ આ હસ્તાક્ષર ગઈ કાલે (21 જાન્યુઆરીએ) કર્યા હતા. કંપની ઓદ્યૌગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના મહત્ત્વના ક્ષેત્રોમાં રૂ. ત્રણ લાખ કરોડનું મૂડીરોકાણ કરશે. જેનાથી દેશના વિકાસને વેગ મળે.

કંપની સ્ટીલ, રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રિક વેહિકલ, બેટચરી મેન્યુફેક્ચરિંગ અને સિમેન્ટ ક્ષેત્રમાં કાર્યરત છે. ગ્રુપની આ મૂડીરોકાણ છકી ઓદ્યૌગિક ગ્રોથ અને વિકાસને પ્રોત્યાહન આપવાની યોજના છે. આ મૂડીરોકાણની સાથે રાજ્યની સ્થિતિ દેશના મુખ્ય ઓદ્યૌગિક હબ તરીકે વધુ મજબૂત થશે.

કંપની આ વ્યૂહાત્મક મૂડીરોકાણનો ઉદ્દેશ દેશમાં હજ્જારો નોકરો પેદા કરવાનો ઓદ્યૌગિક કઉત્પાદન ક્ષમતા વધારવાનો અને દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપવાનો છે. આ સમજૂતી અનુસાર કંપની ગ્રીન ટેક્નોલોજીના વપરાશ દ્વારા ઉત્પાદન ક્ષમતા વધારવાનો છે. એ સાથે ગ્રુપ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ક્લીન એનર્જી પ્રોજેક્ટનો વિકાસ કરશે.


કંપની રાજ્યની નીતિઓ અનુસાર જમીન, જળ, વીજ અને પાયાના માળખાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા મૂડીરોકાણને સુવિધાજનક બનાવશે. આ મૂડીરોકીણની સમજૂતી પર બોલતાં રાજ્યના CM દેવેન્દ્ર ફડનવીસે કહ્યું હતું કે JSW ગ્રુપની સાથે આ સમજૂતી ગઢચિરોળીને દેશનું સ્ટીલ સિટી બનાવવાની દિશામાં મદદ મળશે.

જ્યારે કંપનીના ચેરમેન સજ્જન જિંદાલે કહ્યું હતું કે આ મૂડીરોકામ ગ્રીન ટ્રાન્ઝિશનને આગળ વધારતાં ઓદ્યૌગિક વિકાસને વેગ આપવા માટે છે. આ સમજૂતી કરાર મહારાષ્ટ્ર પ્રત્યે  અમારી અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે ગિરુપના વિકાસની યાત્રામાં મહત્ત્વનું રાજ્ય છે.  આ ભાગીદારી થકી અમે PM મોદીના સ્વચ્છ અને ગ્રીન ભારતના દ્રષ્ટિકોણની દિશામાં એક પગલું ભરી રહ્યા છીએ.