ગાઝા, લેબનોન પછી હવે સીરિયા પર ઇઝરાયેલનો ભયંકર હુમલો

ગાઝા અને લેબનોન બાદ હવે ઈઝરાયેલે સીરિયા પર હવાઈ હુમલા કર્યા છે. સીરિયાના સરકારી મીડિયાએ સોમવારે આ જાણકારી આપી. તેમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ સીરિયામાં રાતોરાત ઇઝરાયેલના હવાઈ હુમલામાં 16 લોકો માર્યા ગયા અને 36 ઘાયલ થયા. એપ્રિલમાં દમાસ્કસમાં ઈરાની એમ્બેસી કમ્પાઉન્ડ પર થયેલા હુમલા બાદ સીરિયામાં ઈઝરાયેલનો સૌથી ઘાતક હુમલો છે. જોકે, ઈઝરાયેલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

સીરિયાએ કેટલીક મિસાઇલો તોડી પાડી હતી

સીરિયાની સરકારી સમાચાર એજન્સી SANA અનુસાર, ઈઝરાયેલે રવિવારે રાત્રે લગભગ 11:20 વાગ્યે હવાઈ હુમલો કર્યો હતો. તેણે મધ્ય પ્રદેશમાં અનેક સૈન્ય સ્થળોને નિશાન બનાવ્યા. જોકે, સીરિયાએ કેટલીક મિસાઈલો તોડી પાડી હતી. હુમલામાં 36 લોકો ઘાયલ થયા છે. જેમાંથી છની હાલત ગંભીર છે. બે ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે ભૂમધ્ય સમુદ્ર કિનારે હમા પ્રાંતમાં મસ્યાફ નજીક લશ્કરી સંશોધન કેન્દ્ર પર ઘણી વખત હુમલો કરવામાં આવ્યો હતો.

સીરિયાએ હુમલાની નિંદા કરી

તે રાસાયણિક શસ્ત્રોના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે. તે શસ્ત્રોના ઉત્પાદન સાથે સંકળાયેલા ઈરાની લશ્કરી નિષ્ણાતોની એક ટીમનું ઘર હોવાનું માનવામાં આવે છે. જો કે, દમાસ્કસ અને તેહરાનની નજીકના એક વરિષ્ઠ પ્રાદેશિક સૈન્ય સ્ત્રોતે આ વાતને નકારી કાઢી છે. સીરિયાના વિદેશ મંત્રાલયે હુમલાની નિંદા કરી છે.