ઈઝરાયેલે સીરિયા પર કર્યો હુમલો, 2 સૈનિકોના મોત

ઈઝરાયલ અને સીરિયા વચ્ચે સ્થિતિ વણસી રહી છે. બંને દેશો વચ્ચે સતત તણાવ જોવા મળી રહ્યો છે.નવા વર્ષમાં પણ બંને વચ્ચે સ્થિતિ સામાન્ય થતી જણાતી નથી. આ દરમિયાન ઈઝરાયેલે ફરી એકવાર સીરિયા પર હુમલો કર્યો છે. મોડી રાત્રે ઈઝરાયેલના ફાઈટર જેટ્સે સીરિયાની રાજધાની દમાસ્કસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મિસાઈલ છોડી હતી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે રાત્રે 2 વાગે ઈઝરાયેલે સીરિયા પર હુમલો કર્યો.

 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાત્રે 2 વાગે ઇઝરાયેલે બે ઇઝરાયલી ફાઇટર જેટ વડે સીરિયાની રાજધાની દમાસ્કસ એરપોર્ટ પર હુમલો કર્યો. ઈઝરાયેલના ફાઈટર જેટ્સે દમાસ્કસ એરપોર્ટ પર લગભગ 4 મિસાઈલો છોડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દમાસ્કસ એરપોર્ટની આસપાસના વિસ્તારને પણ નિશાન બનાવવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, સેનાએ હવાઈ હુમલામાં સીરિયાના બે સૈનિકોના મોતની પુષ્ટિ કરી છે.

સીરિયાની સેનાએ એક નિવેદન બહાર પાડ્યું છે

ઈઝરાયેલના હુમલા પર સીરિયાની સેનાએ નિવેદન જાહેર કર્યું છે. સીરિયાની સેનાએ જણાવ્યું કે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને કારણે સીરિયાએ દેશનું સૌથી મહત્વપૂર્ણ ઈન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરવું પડ્યું. જો કે ઈઝરાયેલની સેના દ્વારા હજુ સુધી કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે ગત વર્ષે જૂનમાં પણ ઈઝરાયેલ તરફથી સીરિયાના એરપોર્ટ પર હુમલાના સમાચાર આવ્યા હતા. ઈઝરાયેલ કોમીકેજ ડ્રોન મોકલી શકે છે.

હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલે દમાસ્કસ ઈન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવ્યું છે. ઇઝરાયેલનું નિશાન એરપોર્ટના વિસ્તારમાં આવેલી ઇમારતો હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અહીં ઈરાની હથિયાર રાખવામાં આવ્યા હતા જે થોડા દિવસ પહેલા સીરિયા પહોંચ્યા હતા. આ હુમલામાં બે લક્ષ્યોને ખૂબ જ ગંભીર નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે હિટ ટાર્ગેટ પર શું રાખવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈઝરાયેલ પોતાના ખતરનાક કોમીકેજ ડ્રોન સીરિયા મોકલી શકે છે. જો કે હજુ સુધી તેના પુરાવા મળ્યા નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]