આર્થિક મંદી વિશે દુનિયાના દેશોને વર્લ્ડ-બેન્કની ચેતવણી

ન્યૂયોર્કઃ કોરોનાવાઈરસ મહામારીનો ફેલાવો અને ત્યારબાદ યૂક્રેન યુદ્ધ ફાટી નીકળવાને કારણે અનેક દેશોના અર્થતંત્રને ફટકો પડ્યો છે ત્યારે દુનિયાભરના દેશો પર આર્થિક મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે એવી ચેતવણી વર્લ્ડ બેન્કે આપી છે.

બીબીસીના અહેવાલ મુજબ, યૂરોપ અને પૂર્વ એશિયાના ઓછા વિકસિત દેશો પર મોટી આર્થિક મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે. ફૂગાવાના ઊંચા દર અને વિકાસના નીચા દરના જોખમ, અર્થાત ‘સ્ટેગફ્લેશન’નો દર ઘણો ઊંચો છે, એવું વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ ડેવિડ મેલપાસે કહ્યું છે.