કાબુલઃ અફઘાનિસ્તાન પર કબજો જમાવી ચૂકેલા તાલિબાનને ક્યારેય ભારતના પ્રોજેક્ટો સામે વાંધો નહોતો, પણ અશરફ ગનીની કઠપૂતળી સરકારનો એ વિરોધી હતું, એમ તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને કહ્યું હતું. તાલિબાન ભારતના સંબંધોનો રોડમેપ તૈયાર કરી રહ્યું છે. તાલિબાન ભારત સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો રાખવા ઇચ્છે છે. છેલ્લાં 20 વર્ષોમાં અફઘાનિસ્તાનમાં ભારતના મૂડીરોકાણ –રસ્તા, ડેમથી માંડીને સંસદભવન સુધી- પર તાલિબાન કટ્ટરપંથીઓએ દ્વિપક્ષી વેપાર બંધ કરી દીધો છે. જોકે શાહીને કહ્યું હતું કે જે બાબત અફઘાનના લોકોને હિતમાં છે અને જે પ્રોજેક્ટોનું કામ અધૂરું છે, એ પ્રોજેક્ટો પૂરા થવા જોઈએ. એ પ્રોજેક્ટો ભલે ભારત પૂરા કરે.
જે (ભારતના) પ્રોજેક્ટો અફઘાનિસ્તાનની જનતા માટે સારા છે અને જે અફઘાનિસ્તાનના લોકો માટે લાભદાયી છે અને અધૂરા છે, એ પ્રોજેક્ટો ભારત પૂરા કરી શકે છે. અમે જે બાબતનો વિરોધ કરી રહ્યા હતા, એ ભૂતપૂર્વ સરકારની સાથે તેમની તરફેણનો હતો. અફઘાન સરકાર અમેરિકાની નિષ્ફળતાને ઉજાગર કરે છે, ભારત રશિયામાં મૂડીરોકાણ કરવાની સાથે સારું કામ કરી રહ્યું છે.
Taliban spox @suhailshaheen1 on India:
*no country will be allowed to use Afghan soil against others
*India can complete its incomplete reconstruction & infrastructure projects in #Afghanistan pic.twitter.com/TDHdAuc7Er— Rezaul Hasan Laskar (@Rezhasan) August 16, 2021
છેલ્લાં 20 વર્ષોથી અમે એ ઇચ્છીએ છીએ કે ભારત સહિત બધા દેશોના સંબંધ અફઘાનિસ્તાનના લોકો સાથે સુમેળભર્યા રહે. જોકે તેમણે દેશની મુક્તિ માટે અફઘાનિસ્તાનના લોકોની ઇચ્છાનો સ્વીકાર કરવો જોઈએ. અમારું હંમેશાથી કહેવું છે કે ભારતે કઠપૂતળી સરકારની તરફેણ ના કરવી જોઈએ. તેમણે લોકોને ટેકો આપવો જોઈએ.
2001 પછી અમેરિકી સૈનિકો અફઘાનિસ્તાનમાં ઊતર્યા હતા, જ્યારે નવી દિલ્હીએ અફઘાનિસ્તાનમાં વિકાસ માટે ત્રણ અબજ ખર્ચવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. વળી, ભારતે અફઘાનિસ્તાનમાં 500 ઇન્ફ્રા અને ડેવલપમેન્ટમાં નાણાં આપ્યાં છે. ભારતે અફઘાન સંસદ ભવનનું બાંધકામ માટે- નવ કરોડ ડોલરના ખર્ચે પ્રોજેક્ટ પૂરો કર્યો છે.