ભારત સાથે S-400 સોદામાં રોડાં નાખતું અમેરિકાઃ રશિયા

મોસ્કોઃ ભારતે S-400 ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનો પુરવઠો પાડવા માટે રશિયા સાથે સમજૂતી કરી છે, પણ આ સમજૂતીમાં અમેરિકા આડું આવી રહ્યું છે અને સોદાને નબળો પાડવા પ્રયત્નશીલ છે, એમ રશિયાના વિદેશપ્રધાન સર્ગેઇ લાવરોવે કહ્યું હતું. ભારત એક સ્વતંત્ર દેશ છે અને એ દેશ કોની પાસેથી શું ખરીદવું કે શું નહીં એ નક્કી કરી શકે છે, એમ તેમણે કહ્યું હતું.

મોસ્કોએ નવી દિલ્હી સાથે કરેલા સોદાથી 2017ના અમેરિકી કાયદા હેઠળ અમેરિકા પ્રતિબંધો લદાવાના જોખમમાં મૂકે છે, જેનો ઉદ્દેશ દેશોને રશિયન મિલિટરી હાર્ડવેર ખરીદવાથી અટકાવવાનો છે.

ભારત અને રશિયાની વચ્ચે થયેલો S-400 સોદો એક પ્રતીકાત્મક નથી, પણ ભારતીય સંરક્ષણ ક્ષમતા માટે મહત્ત્વપૂર્ણ છે. જોકે અમેરિકા દ્વારા આ સહયોગમાં રોડાં નાખવાનો પ્રયાસ ખોટો છે, એમ તેમણે કહ્યું હતું.

બંને પક્ષો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે 28 સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં ઉત્તર પ્રદેશના અમેઠીમાં સ્થિત ફેક્ટરીમાં છ લાખથી વધુ AK-203 અસાલ્ટ રાઇફલોના સંયુક્ત રૂપે બાંધકામ માટે કરેલી સમજૂતી પણ સામેલ છે. બંને દેશોની વચ્ચે રૂ. 5200 કરોડની ક્લાશ્નિકોવ સોદો થયો હતો.

જોકે વોશિંગ્ટને સંકેત આપ્યા હતા કે રશિયન S-400  સિસ્ટમ CAATSA પ્રતિબંધો ટ્રિગર કરી શકે છે. CAATSA એક સંયુક્ત રાજ્ય ફેડરલ લો છે, જે ઇરાન, ઉત્તર કોરિયા અને રશિયા પર પ્રતિબંધો મૂકે છે. આ પ્રતિબંધના માધ્યમથી અમેરિકાના વિરોધીઓનો સામનો CAATDA અમેરિકી વહીવટી તંત્રને એ દેશો પર પ્રતિબંધ લગાવવા માટે અધિકૃત કરે છે, જે રશિયાથી હાર્ડવેર ખરીદે છે.