વોશિંગ્ટન – અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એમના વહીવટીતંત્રના ટોચના સભ્ય રેક્સ ટીલરસનને વિદેશ પ્રધાન પદેથી બરતરફ કર્યા છે અને એમની જગ્યાએ દેશની મુખ્ય ગુપ્તચર એજન્સી સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)ના વડા માઈક પોમ્પીઓને નવા વિદેશ પ્રધાન બનાવ્યા છે.
ટ્રમ્પે આ જાહેરાત ટ્વીટ દ્વારા કરી છે.
એમણે ટ્વીટમાં લખ્યું છે કે, ‘સીઆઈએના ડાયરેક્ટર માઈક પોમ્પીઓ હવે આપણા નવા વિદેશ પ્રધાન છે. એ ખૂબ સરસ રીતે કામગીરી બજાવશે.’
ટ્રમ્પે ટ્વીટમાં વધુમાં ઉમેર્યું છે કે, ‘થેંક્યૂ ટુ રેક્સ ટીલરસન તમારી સેવા બદલ.’
ટ્રમ્પે સીઆઈએના નવા વડા તરીકે જિના હાસ્પલની નિમણૂકની પણ જાહેરાત કરી છે.
જિના હાસ્પલ આ એજન્સીના સર્વોચ્ચ હોદ્દા પર નિમાયેલા પ્રથમ મહિલા છે.
ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું છે, ‘સૌને અભિનંદન.’