વોશિંગ્ટન- અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા માટે તાલિબાન સાથે શાંતિ સમજૂતી પર ચાલી રહેલી વાતચીતની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, તાલિબાન અને અફઘાન સરકાર બંને સાથે હકારાત્મક વાતચીત ચાલી રહી છે.ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં એક લગ્નસમારોહમાં 63ના મોત નીપજ્યાં છે તેમ જ અન્ય એક આતંકી હુમલામાં પણ મોટીસંખ્યામાં લોકોની જીવ ગયાં છે તેવામાં અમેરિકન પ્રમુખની આ પ્રસંશા સામે આવી છે.
અમેરિકન સૈનિકોને પરત બોલાવવા ટ્રમ્પની પ્રાથમિકતા
અમેરિકાને તાલિબાન સાથે શાંતિ સમજૂતીની આશા છે, ત્યારબાદ અમેરિકા તેમના સૈનિકોને અફઘાનિસ્તાનથી પરત બોલાવવાનું શરું કરી દેશે. અમેરિકા, અફઘાનિસ્તાનમાં તેમની દખલગીરી બંધ કરવા માગે છે. અહીં અમેરિકા અત્યારસુધીમાં એક ટ્રિલિયન ડોલરનો ખર્ચ ચૂક્યું છે. ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદનો કાર્યભાળ સંભાળતાની સાથે સ્પષ્ટ કહ્યું હતું કે, તે અફઘાનિસ્તાનમાંથી તેમના સૈનિકોને પરત બોલાવવા ઈચ્છે છે.
નિષ્ણાતોનું માનવું છે કે, અમેરિકા અને તાલિબાન વચ્ચે કોઈ પણ સમજૂતી માત્રથી અફઘાનિસ્તાનમાં નહીં શાંતિ નહીં આવે પરંતુ તાલિબાને અમેરિકા સમર્થિત અફઘાનિસ્તાનની સરકાર સાથે પણ વાતચીત કરીને કોઈ સહમતી બનાવવી પડશે.