અમેરિકાના મિસૌરીમાં ટ્રેન દુર્ઘટનાઃ 46 લોકોનાં મોત

મિસૌરીઃ અમેરિકાના મિસૌરી રાજ્યમાં એક ટ્રેન દુર્ઘટના બની છે. મિસૌરીમાં સોમવારે એક ડમ્પ ટ્રકથી ટક્કર થયા પછી એમટ્રેક ટ્રેન પાટા પરથી ખડી પડી હતી. આ ટ્રેન ખડી પડવાને કારણે આશરે 46 લોકોનાં મોત થયાં છે અને કમસે કમ 50 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના વિશે માહિતી આપતાં એમટ્રેક મિડિયા સેન્ટરે વેબસાઇટ પર લખ્યું છે કે ટ્રેન એક ટ્રકથી અથડાઈ હતી, જે પછી આઠ કાર અને બે લોકોમોટિવ પાટા પરથી ઊતરી ગઈ હતી. કંપનીના નિવેદન અનુસાર ટ્રેનમાં આશરે 243 યાત્રીઓ અને ચાલક દળના 12 સભ્યો સવાર હતા. જેમના ઘાયલ થવાના પ્રારંભિક રિપોર્ટ મળ્યા છે.

આ ઘટના પર વધુ માહિતી આપતાં કંપનીએ કહ્યું હતું કે સ્થાનિક અધિકારીઓ હાલમાં અકસ્માતમાં ઘાયલ થયેલાઓની મદદ કરી રહ્યા છે.

આ ઉપરાંત ઇન્સિડેન્ટ રિસ્પોન્સ ટીમને સક્રિય કરવામાં આવી છે અને અમે યાત્રીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારોની તેમની જરૂરિયાત મુજબ ઘટનાસ્થળ ઇમર્જન્સી કર્મચારીઓને તહેનાત કરી રહ્યા છે. એમટ્રેકે વધુમાં જણાવ્યું હતું કે આ ટ્રેનમાં યાત્રા કરવાવાળા જે લોકોને તેમનાં સગાંસંબંધી વિશે માહિતી જોઈતી હોય તેમણે 800-523-9101 પર કોલ કરો.

ચારિટોન કાઉન્ટ એમ્બ્યુલન્સ સેના ડિરેક્ટર એરિક મેકેન્ઝીએ જણાવ્યું અનેક લોકોનાં મોત થયાં હોવાની માહિતી છે. મિસૌરી સ્ટેટ હાઇવે પેટ્રોલ ટ્રુપ બીના એક પ્રવક્તાએ કહ્યું હતું કે અધિકારીઓ હજી પણ મૃતકોની સંખ્યા માલૂમ કરવા પ્રયાસ કરી રહ્યા છે.