એશિયાની ટોચની 50 રેસ્ટોરાંમાં ત્રણ ભારતીય રેસ્ટોરાંનો સમાવેશ

નવી દિલ્હીઃ એશિયાની 50 સૌથી શ્રેષ્ઠ રેસ્ટોરાંમાં ત્રણ ભારતીય રેસ્ટોરાંનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વે વિલિયમ રીડ બિઝનેસ મિડિયા લિ. બહાર પાડ્યો છે. આ યાદીમાં 21મા સ્થાને મુંબઈની મસ્ક અને 22મા ક્રમે દિલ્હીની ઇન્ડિયન એસેન્ટ છે, જ્યારે નવી દિલ્હીની જ મેગુ 49મા ક્રમાકે આવી છે. આ યાદીમાં ટોક્યોની ડેન ટોચના સ્થાને છે.

એશિયાની 50 સૌથી શ્રેષ્ઠ રેસ્ટોરાંની યાદીને 350 ફૂડ લેખકો, વિવેચકો, રેસ્ટોરાંઓ, રસોઇયાઓ અને ફૂડપ્રેમીઓ દ્વારા કરવામાં આવેલા મતદાન પછી પ્રકાશિત કરવામાં આવી હતી. આ વર્ષે આ યાદી 10મી આવૃત્તિ છે.

મસ્ક

શેફ પ્રતીક સાધુ અને અદિતિ ડુગર દ્વારા સ્થાપિત આ રેસ્ટોરાંમાં ટેસ્ટિંગ મેનુના કોન્સેપ્ટની આસપાસ ફરે છે. એમાં સીઝનલ અને સ્થાનિક ભારતીય સામગ્રી પર કેન્દ્રિત છે. જોકે સાધુએ 2020માં રેસ્ટોરાં છોડી દીધી છે.

ઇન્ડિયન એસેન્ટ

શેફ મનીષ મેહરોત્રા દ્વારા ઇન્ડિયન એસેન્ટ સ્થાપવામાં આવી હતી. આ રેસ્ટોરામાં વૈશ્વિક સામગ્રી અને ટેક્નિક્સની સાથે ગ્રાહકોને રચનાત્મક વ્યંજનો રજૂ કરે છે. ઇન્ડિયન એસેન્ટની એક બ્રાન્ચ ન્યુ યોર્કમાં પણ છે.

મેગુ

નવી દિલ્હીમાં ધ લીલા હોટેલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રેસ્ટોરાં મેગુ આવેલી છે. મેગુ એક જાપાનીઝ રેસ્ટોરાં છે અને એનુ મેનુ ખૂબ જ આકર્ષક છે. વાઇન અને સેક મેનુને લીધે મેગુને યાદીમાં સ્થાન મળવામાં મદદ મળી છે.

એશિયામાં ટોચની 10 રેસ્ટોરાંમાં ડેન (ટોક્યો), સોર્ન (બેંગકોક), ફ્લોરિલેજ (ટોક્યો), લી ડુ (બેન્ગકોક),  ધ ચેરમેન (ઙોંગકોંગ), લા સિમા (ઓસાકા) સુરિંગ (બેંગકોક) ઓડેટ્ટ (સિંગાપોર), નેગબોરહૂડ (હોંગકોંગ) અને નુસારા (બેંગકોક)નો સમાવેશ થાય છે.