લંડનઃ બ્રિટનના વડાપ્રધાન ટેરિસા મેના બ્રેક્ઝિટને પાસ કરાવવાના અંતિમ પ્રયાસો પણ અસફળ રહ્યાં છે. બ્રિટનમાં લોકતંત્રની શરુઆત થયા બાદ કોઈપણ વડાપ્રધાનને મળેલી હારમાં આ હાર સૌથી મોટી છે. બ્રેક્ઝિટ ડીલ પર સાંસદોએ 230ના બહુમતથી ટેરિસા મે ની બ્રેક્ઝિટ ડીલને નકારી દીધી.
ટેરિસા મે ના સમર્થનમાં જ્યાં 202 સાંસદ હતા ત્યાં જ 432 સાંસદોએ ટેરિસા મે વિરુદ્ધ જઈને વોટિંગ કર્યું. ટેરિસા મે ની બ્રેક્સિટ ડીલને મળેલી હાર બાદ વિપક્ષી લેબર પાર્ટીએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ મતનો પ્રસ્તાવ પણ આપ્યો. આપને જણાવી દઈએ કે બ્રેક્સિટથી નિકાળવા માટે 29 માર્ચની તારીખ નિર્ધારિત કરવામાં આવી છે. આમાં બે મહીનાનો જ સમય વધ્યો છે.
વિભિન્ન પાર્ટીઓના સાંસદોએ અલગ-અલગ કારણોથી સમઝુતીનો વિરોધ કર્યો છે. જો કે ટેરિસા મેએ સાંસદોને આના પર એક વાર ફરીથી વિચાર કરવાનો આગ્રહ કર્યો હતો.
ટેરીસા મે દ્વારા આ મામલે કહેવાયુ હતું કે જ્યારે ઈતિહાસ લખવામાં આવશે ત્યારે લોકો સંસદના નિર્ણયને જોશે અને પૂછશે કે શું અમે યૂરોપીય સંઘ છોડવા માટે મતદાન કર્યું? કે પછી અમે દેશની જનતાને નિરાશ કરી. ઉલ્લેખનીય છે કે 18 મહીના સુધી ચાલેલી વાતચીતની પ્રક્રિયા બાદ નવેમ્બરમાં યૂરોપીય સંઘ સાથે બ્રેક્ઝિટ સમઝુતી પર સહમતી થઈ હતી.