ન્યુ યોર્કઃ વિશ્વમાં ફરી એક વાર કોરોના રોગચાળો કાળો કેર વર્તાવી રહ્યો છે. વિશ્વમાં રોગચાળાથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકા છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં 5,12,000 કેસો નોંધવામાં આવ્યા છે, જે 2020માં રોગચાળાના પ્રારંભ પછી સૌથી વધુ એક દિવસીય કેસો છે. આ પહેલાં આ વર્ષે આઠ જાન્યુઆરીએ 2,94,015 કેસો નોંધાયા હતા. અહીં કુલ કેસો 54 મિલિયન (પાંચ કરોડ ચાળીસ લાખ) થયા છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 1762 દર્દીઓનાં મોત થયાં છે, જેથી મોતનો આંકડો 8,42,000એ પહોંચ્યો છે. વળી, અમેરિકામાં કોરોનાના સક્રિય કેસોની કેસોની સંખ્યા 11,981,273 અને એમાંથી ઠીક થનારા લોકોની સંખ્યા 41,325,110એ પહોંચી છે, એમ જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા શેર કરવામાં આવેલા ડેટા કહે છે.
એક અહેવાલ મુજબ માલૂમ પડ્યું છે કે અમેરિકામાં નવા કોરોનાના કેસોની સાત દિવસની સરેરાશ 2,53,245 હતી, જે 12 જાન્યુઆરીએ 2,48,209 કેસો કરતાં વધુ હતી. કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનને લીધે કેસોમાં ઉછાળો આવ્યો હોવાની શક્યતા છે.અમેરિકામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસો કુલ કેસોમાં 58.6 ટકા હોવાનો અંદાજ છે. બીજી બાજુ ડેલ્ટા વેરિયેન્ટ કોરોના સંક્રમણના કેસોમાં ઉછાળાનું મુખ્ય કારણ છે, જેનો હિસ્સો 41.1 ટકા છે. અમેરિકામાં કોરોનાના સંક્રમણ સૌથી વધુ કેલિફોર્નિયા અને ન્યુ યોર્ક રાજ્યો છે. કેલિફોર્નિયામાં ગઈ કાલ સુધી કુલ 50 લાખ કેસો નોંધાવનાર પહેલું રાજ્ય છે.
Seoul : omicron variant of the coronavirus.(Yonhap/IANS)યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ એન્ડ પ્રિવેન્શન (CDC)ના ડિરેક્ટર રોશેલ વોલેન્સ્કીએ કહ્યું હતું કે અમેરિકામાં ઓમિક્રોનના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.