સ્પેસએક્સે ચાર નાગરિકોને અંતરિક્ષમાં મોકલી ઇતિહાસ રચ્ચો

વોશિંગ્ટનઃ એલન મસ્કની કંપની સ્પેસએક્સે અંતરિક્ષમાં ઇતિહાસ રચ્યો છે. સ્પેસએક્સે બુધવારની રાત્રે ( ભારતીય સમય મુજબ સવારે 5.30 કલાકે) ઇન્સ્પિરેશન 4 મિશનને વિશ્વના પહેલા ઓલ સિવિલિયન ક્રૂની સાથે લોન્ચ કરી દીધું છે. એ ચાર પ્રવાસીઓ ત્રણ દિવસ સુધી 575 કિલોમીટર ઉપર પૃથ્વીની કક્ષામાં રહેશે. તેમને ડ્રેગન કેપ્સ્યૂલ પર સવાર કરીને ફાલ્કન 9 રોકેટથી અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. આ મિશનની ખાસ વાત છે કે એના ચાલક દળમાં કોઈ પણ વ્યાવસાયિક અંતરિક્ષ યાત્રી નથી.

આ મિશન નાસાના લોન્ચ સેન્ટરથી લોન્ચ ભલે કરવામાં આવ્યું હોય, પરંતુએનો સંબંધ નાસાને બદલે સ્પેસએક્સથી છે. કંપનીનું એ પહેલું સંપૂર્ણ ખાનગી માનવ અંતરિક્ષ ઉડાન છે. અબજોપતિ ગ્રાહક જેરેડ ઇસાકમેને સીધું રોકેટ કંપની પાસે ક્રૂ ડ્રેગન કેપ્સ્યૂલ ભાડે લઈ લીધું. ઇસાકમેને એ ખુલાસો નહીં કર્યો કે તેમણે એના માટે કેટલી ચુકવણી કરી, પરંતુ કહ્યું હતું કેકુલ ખર્ચ 20 કરોડ ડોલરથી ઓછો આવ્યો છે.

સ્પેસએક્સના માલિક એલન મસ્કે કહ્યું હતું કે જ્યાં સુધી એ સુરક્ષિત છે, જેરેડ જે ઇચ્છે તે કરી શકે છે. ફેબ્રુઆરીમાં તેમણે એ મિશનની ઘોષણા કરી હતી. ઇસાકમેને ત્રણ દિવસો માટે ઉડાન ભર્યા અને જમીનથી 355 માઇલ ઉપર જવાનો નિર્ણય કર્યો છે. 2009 પછી કોઈ પણ માનવે આ અંતર સુધી સ્પેસની યાત્રા નહીં કરી હોય.

આ ગ્રુપ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી વધુ ઊંચાઈ સુધી જશે અને ત્રણ દિવસ સુધી વ્યૂના નજારાનો આનંદ લેશે. આ દરમ્યાન કેટલાય સાયન્સ અખતરા પણ કરવામાં આવશે. આઇસકમેન સિવાય ફિજિશિયન- આસિસ્ટન્ટ હેલી આર્સેનો, એરફોર્સ એન્જિનિયર ક્રિસ સેંબ્રોસ્કી અને સાયન્ટિસ્ટ ડો. સાયન પ્રોક્ટર પણ જશે. આ સ્પેસશિપમાં બાથરૂમ છત પર હશે અને ત્યાંથી શાનદાર વ્યૂ પણ દેખાશે, એમ અહેવાલ કહે છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]