નોર્થ કેરોલિનામાં ગોળીબારઃ પોલીસ અધિકારી સહિત પાંચનાં મોત

નોર્થ કેરોલિનાઃ અમેરિકામાં ગન કલ્ચર ખતમ થવાનું નામ નથી લેતું. અમેરિકાના ઉત્તર કેરોલિનાના રહેવાસી વિસ્તારમાં એક શખસે અંધાધૂધ ગોળીબાર કરતાં પાંચ લોકો માર્યા ગયા હતા, જેમાં એક પોલીસ અધિકારી પણ સામેલ છે. સાંજે પાંચ કલાકે થયેલા ગોળીબારમાં કેટલાય લોકોને ગોળી વાગી હતી, એમ રૈલે શહેરના મેયર મેરી એન. બાલ્ડવિને જણાવ્યું હતું. જોકે રાત્રે સંદિગ્ધ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી.

આ ગોળીબારની ઘટના પછી મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં પોલીસ દળ હૈડિનધામમાં પહોંચ્યા હતા અને સંદિગ્ધની શોધખોળ આદરી હતી. આરોપીએ ગોળીબાર કેમ કર્યો છે, એનું કારણ અત્યાર સુધી સામે નથી આવ્યું. રૈલે પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.

આ પહેલાં વેકમેડ હોસ્પિટલના પ્રવક્તા ડેબ લોધરીએ જણાવ્યું હતું કે અંધાધૂધ ગોળીબારમાં ઘાયલ ચાર લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેની સારવાર ચાલુ છે. આ ગોળીબાર બાદ પોલીસે અનેક રસ્તાઓ બંધ કર્યા હતા. આ ઘટનાસ્થળ રૈલે શહેરથી આશરે 14 કિલોમીટર દૂર હતું. રૈલે પોલીસે આ ઘટનાની માહિતી ટ્વિટર પર શેર કરતાં કહ્યું હતું કે પોલીસ એ વિસ્તારમાં સઘન તપાસ ઝુંબેશ ચલાવી રહી છે. સંદિગ્ધ આરોપીની ધરપકડ વિસ્તારના લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા.

આ ગોળીબારના વિસ્તારમાં રહેતા બ્રુક મેડિનાએ જણાવ્યું હતું કે હું સાંજે આશરે પાંચ કલાકે ઘરે ફરી રહી હતી, ત્યારે બે ડઝન પોલીસ કારો ઝડપથી જતા જોઈ હતી. બુક અને તેનો પરિવાર નીચે ત્યારે આવ્યો, જ્યારે પોલીસે આરોપીની ધરપકડની પુશ્ટિ કરી હતી.