ઈનસાઈડર ટ્રેડિંગઃ અમેરિકામાં ભારતીય-મૂળનાં અનેક સામે કેસ

ન્યૂયોર્કઃ અમેરિકામાં બે અલગ અલગ સ્કીમમાં ઈનસાઈડર ટ્રેડિંગ મામલે ભારતીય મૂળની અનેક વ્યક્તિઓ સામે કેસ કરવામાં આવ્યો છે. આ વ્યક્તિઓએ ગેરકાયદેસર રીતે 50 લાખ ડોલર જેટલો નફો મેળવ્યો હોવાનો આરોપ છે.

સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા જે ભારતીય મૂળનાં લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે એમનાં નામ આ પ્રમાણે છેઃ અમિત ભારદ્વાજ (વય 49, લ્યૂમેન્ટમ હોલ્ડિંગ્સના ભૂતપૂર્વ ચીફ ઈન્ફોર્મેશન સિક્યૂરિટી ઓફિસર) એમના મિત્રો ધીરેનકુમાર પટેલ (50), શ્રીનિવાસ કાકેરા (47), અબ્બાસ સઈદી (47), રમેશ ચિતોર (45). SECના જણાવ્યા મુજબ, આ તમામ કેલિફોર્નિયાના રહેવાસીઓ છે. એક અન્ય પગલામાં, SECએ એવો આક્ષેપ કર્યો છે કે ઈન્વેસ્ટમેન્ટ બેન્કર બ્રિજેશ ગોયલ તથા એમના મિત્ર અક્ષય નિરંજન (બંને ન્યૂયોર્ક)એ ઈનસાઈડર ટ્રેડિંગ કર્યું હતું.