ટેક્સાસ એરપોર્ટમાં ફાયરિંગ કરનાર મહિલાને પોલીસે ગોળી મારી

ટેક્સાસઃ અમેરિકાના રાજ્ય ટેક્સાસમાં ડલાસ લવ ફીલ્ડ એરપોર્ટના એક ટર્મિનલની અંદર એક મહિલાએ ગોળી ચલાવી હતી. તેણે એરપોર્ટ પર અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો,  જે પછી એક પોલીસ અધિકારીએ તેને ગોળી મારી દીધી હતી. જોકે એરપોર્ટ પર કોઈને ઇજા નહોતી થઈ. જોકે આ ઘટનાને લીધે અનેક ફ્લાઇટ્સ મોડી ઊપડી હતી.  ડલાસના પોલીસ એડગાડરે ગાર્સિયાએ એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે આ ગોળીબારમાં કોઈ ઘાયલ નથી થયું અને ટર્મિનલ સુરક્ષિત છે.

તેમણે કહ્યું હતું કે 37 વર્ષીય મહિલા (જેનુ નામ જારી કરવામાં નથી આવ્યું)ને નીચેના ભાગે ગોળી મારવામાં આવી છે અને તેને અજાણી જગ્યાએ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે તેને આશરે 11 કલાકે એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી અને તે ગોળીબાર કરવા પહેલાં ટર્મિનલમાં કપડાં બદલવા ચાલી ગઈ હતી.

ડલાસ પોલીસ અધિકારીએ એરપોર્ટની અંદર તેને શરીરના નીચેના ભાગમાં ગોળી મારી હતી. ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેની સ્થિતિ કેવી છે, એ જાણી નહોતું શકાયું. વળી, આ મહિલાએ શું કામ ગોળીબાર કર્યો એ પણ નહોતું જાણી શકાયું.

પોલીસ વિભાગે તે મહિલાને ઓળખી કાઢી હતી અને જણાવ્યું હતું કે તે મહિલાનું નામ પોર્ટિયા ઓડુફુવા છે અને તેણે એરપોર્ટ પર ટિકિટ કાઉન્ટર પાસે અનેક વખત ગોળીબાર કર્યો હતો.